Sat,04 May 2024,4:24 am
Print
header

રાજ્યમાં એક સાથે 70 IPS અધિકારીઓની બદલી, અમદાવાદના નવા સીપી તરીકે જી.એસ.મલિકને જવાબદારી

બદલીનું આખું લિસ્ટ જોવા માટે ઉપરની PDF ફાઇલ ડાઉનલોડ કરો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં એક સાથે 70 સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, ગૃહ વિભાગે આ બદલીનો ઓર્ડર કર્યો છે, અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમાને પોલીસ એકેડમીમાં મુકાયા છે. વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહને ગાંધીનગર ખાતે લો એન્ડ ઓર્ડરની જવાબદારી અપાઇ છે. આર.બી બ્રહ્મભટ્ટને સીઆઇડી ક્રાઇમના વડા બનાવાયા છે. અનુપમસિંહ ગેહલોતને ફરીથી વડોદરાના CP ની જવાબદારી સોંપવામાં આવી છે. નીરજ બડગુર્જરને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એડિશનલ સીપી બનાવાયા છે.

IPS અધિકારીઓને નવી જવાબદારી

- જ્ઞાનેન્દ્રસિંહ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર
- પ્રેમવીરસિંહને અમદાવાદના રેંજ આઈજી બનાવાયા
- બ્રજેશ કુમાર ઝા, અમદાવાદ સેક્ટર-2 માં જેસીપી
- નીરજ બડગુર્જર બન્યાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એડિશનલ સીપી
- શમશેરસિંહને લોએન્ડ ઓર્ડરના ડીજી બનાવાયા
- અભય ચૂડાસમાની કરાઈ પોલીસ એકેડમીમાં બદલી
- વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા અનુપમસિંહ ગેહલોત
- રાજકુમાર પાંડિયન રેલવે- સીઆઈડી ક્રાઈમના એડિશન ડીજી બન્યાં
- નિરઝા ગોટરુ રાવને ADGP ટ્રેનિંગમાં મુકાયા  
- એમ.એ.ચાવડાને એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલન્સ બનાવાયા
- કરણરાજ વાઘેલા બન્યાં વલસાડના એસપી
- ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી બનાવાયા
- સાગર વાઘમારને કચ્છ પૂર્વના એસપી બનાવાયા
- સુશીલ અગ્રવાલની નવસારીના ડીએસપી તરીકે બદલી
- જયદેવસિંહ જાડેજાની મહીસાગર એસપી તરીકે બદલી
- વિજય પટેલની સાબરકાંઠાના એસપી તરીકે બદલી
- ભગીરથસિંહ જાડેજાની પોરબંદર એસપી તરીકે બદલી
- ડોક્ટર હર્ષદ પટેલની ભાવનગર એસપી તરીકે બદલી
- હરેશ દુધાતની ગાંધીનગર આઈબીમાં બદલી
- રાજેન્દ્ર પરમારની સુરત શહેર ઝોન-6માં ડીસીપી તરીકે બદલી
- એન.એ.મુનિયાની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી
- ઈમ્તિયાઝ શેખની છોટાઉદેપુરના એસપી તરીકે બદલી

- બન્નો જોશીની અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી
- તેજલ પટેલની વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી થઈ
- રાજદીપસિંહ ઝાલાને દાહોદ એસપીની જવાબદારી
- વી.ચંદ્રશેખરની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી
- બલરામમિણાને વેસ્ટર્ન રેલવેના એસપી બનાવ્યા
- વસમશેટ્ટી રવિ તેજાને ગાંધીનગરના એસપી બનાવાયા
- હર્ષદ પટેલને ભાવનગર એસપી બનાવાયા

- ચિરાગ કોરડિયાની અમદાવાદ સેક્ટર-1માં બદલી

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch