Sun,05 May 2024,9:21 pm
Print
header

2 દિવસ પહેલા માતા બની હતી અને ઇન્ટરવ્યું માટે 300KM દૂર બોલાવી...GPSC ને ગુજરાત હાઇકોર્ટની ફટકાર

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન રાજ્ય જાહેર સેવા આયોગને ફટકાર લગાવી છે. કોર્ટે આ ટિપ્પણી એવા કેસની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને (GPSC) એક મહિલા ઉમેદવાર દ્વારા ઇન્ટરવ્યું મુલતવી રાખવા અથવા કોઈ વિકલ્પ આપવાની વિનંતીને નકારી કાઢી હતી. મહિલાએ કહ્યું હતું કે બાળકને જન્મ આપ્યાંના બે દિવસ પછી તે ઈન્ટરવ્યું માટે હાજર થવાની સ્થિતિમાં નથી.

જાતીય અસંવેદનશીલતા પર કોર્ટે ફટકાર લગાવી

ન્યાયાધીશ નિખિલ કારિયાલની કોર્ટે કહ્યું કે ઉમેદવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હસ્તક્ષેપની જરૂર છે. GPSCને નોટિસ જારી કરીને 12 જાન્યુઆરી સુધીમાં તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે કમિશનને આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ) કેટેગરી-2ની પોસ્ટ માટે ઇન્ટરવ્યુંનું પરિણામ જાહેર ન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો, જેના માટે મહિલાએ અરજી કરી હતી. કોર્ટે 9 જાન્યુઆરીના રોજના તેના આદેશમાં જણાવ્યું કે પીટીશનમાં ઉઠાવવામાં આવેલી ફરિયાદ કુદરતી પ્રક્રિયાઓમાંની એક અગત્યની વાત છે. આ બાળકને જન્મ આપવાની પ્રક્રિયા છે.પોસ્ટ પસંદગી માટે તેમને 1 અથવા 2 જાન્યુઆરી, 2024 અને 18 ડિસેમ્બર, 2023ના રોજ ઇન્ટરવ્યુંની તારીખો વિશે જાણ કરવામાં આવી હતી.

મહિલાએ 31 ડિસેમ્બરે બાળકને જન્મ આપ્યો હતો

અરજદારે તે જ દિવસે જીપીએસસીને એક ઈમેઇલ લખીને જાણ કરી હતી કે તે ગર્ભવતી છે અને તેની નિયત તારીખ જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહમાં છે, તેના માટે છેલ્લા તબક્કામાં આશરે 300 કિ.મી દૂર ગાંધીનગરની મુસાફરી કરવી અશક્ય છે. અરજદાર મહિલાએ 31 ડિસેમ્બર 2023 ના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને GPSC ને ઈમેલ દ્વારા જાણ કરી હતી કે તેણે હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને વિનંતી કરી હતી કે ઇન્ટરવ્યું મોકૂફ રાખવામાં આવે અથવા તેને વૈકલ્પિક ઉકેલ આપવામાં આવે. GPSC, તેના જવાબમાં અરજદારને 2 જાન્યુઆરીએ ઇન્ટરવ્યું માટે હાજર રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તે તારીખ પછી ઉમેદવારને વધુ સમય આપવામાં આવશે નહીં.

3 વર્ષ પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું

હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું કે લેખિત પરીક્ષાનું પરિણામ 8 ડિસેમ્બર, 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, અરજદારે પોસ્ટ માટે અરજી કર્યાંના ત્રણ વર્ષ પછી મહિલાએ લેખિત પરીક્ષા પાસ કર્યાં બાદ તેને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવી હતી.કોર્ટે તેના આદેશમાં જણાવ્યું કે અરજદારે સ્પષ્ટ કહ્યું હતું કે તેમની સ્થિતી શું છે, તેમ છંતા તેના પર ધ્યાન ન આપવામાં આવ્યું.

કોર્ટે કહ્યું કે આવી પરિસ્થિતિમાં જ્યારે ઉમેદવાર દ્વારા વાજબી વિનંતી કરવામાં આવી હતી, ત્યારે તે GPSC માટે છે કે તે ઇન્ટરવ્યું પ્રક્રિયાને મુલતવી રાખે અથવા ઓનલાઈન ઇન્ટરવ્યું જેવા વૈકલ્પિક ઉકેલ પ્રદાન કરે, જો તે નિયમો અનુસાર સ્વીકાર્ય હોય. પસંદગીની પ્રક્રિયા પણ ઝડપી ગતિએ ચાલી રહી નથી, વર્ષ 2020 માં જાહેર કરાયેલી જાહેરાત માટેની લેખિત પરીક્ષાના પરિણામો ડિસેમ્બર 2023 માં જાહેર થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch