Sat,27 April 2024,7:30 am
Print
header

રાજ્યમાં કોરોનાનાં નવા 371 કેસ નોંધાયા, 24 કલાકમાં વધુ 24 દર્દીઓનાં મોત

ગાંધીનગરઃ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાને લઇને માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાથી 24 લોકોનાં મોત થયા છે. નવા 371 કેસ સામે આવ્યાં છે. જ્યારે 269 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો 12910 થયો છે, જેમાંથી 5488 લોકો રિકવર થયા છે અને કુલ 773 દર્દીઓનાં મોત થઇ ગયા છે. 24 કલાકમાં 5380 લોકોનાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યાં છે.   

જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું છે કે કોરોના વાયરસનો રિકવરી રેટ 42.50 ટકા થયો​ છે. નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 233, સુરત 34, વડોદરા 24, મહેસાણા 13, બનાસકાંઠા 11, મહિસાગર 9, અરવલ્લી 7, ગીર-સોમનાથ 6, ગાંધીનગર 5, કચ્છ 4, જામનગર 3, સાબરકાંઠા 3, દાહોદ 3, જૂનાગઢ 2, ખેડા 1 અને પાટણમાં 1 કેસ નોંધાયા છે. 

અમદાવાદમાં સૌથી વધુ 9449 કેસ નોંધાયા છે, જેમાંથી 619 લોકોનાં મોત થયા છે અને 3330 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે હાલમાં 5500 એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાં છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar