Fri,26 April 2024,10:53 pm
Print
header

પ્રોપર્ટી ટેક્સમાં માફી, ગુજરાતમાં રિસોર્ટ, હોટલ, રેસ્ટોરન્ટ, વોટરપાર્કને મળી મદદ

ગાંધીનગરઃ કોરોનાની સ્થિતીમાં છેલ્લા દોઢ વર્ષથી ધંધા રોજગાર પર મોટી અસર થઇ છે લોકડાઉન અને મીની લોકડાઉનમાં રિસોર્ટ, હોટલો રેસ્ટોરન્ટ અને વોટરપાર્ક બંધ રહેવાથી તેમને કોઇ આવક થઇ નથી, જેથી છેલ્લા ઘણા સમયથી આ ઇન્ડસ્ટ્રીઝને મદદ કરવા માટે માંગ ઉઠી હતી હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે રિસોર્ટ, હોટલ, રેસ્ટોરન્ટ અને વોટરપાર્કને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ મળશે, સાથે જ વીજબિલનો ફિક્સ ચાર્જ પણ સરકારે માફ કરી દીધો છે. જો વીજ વપરાશ કર્યો હશે તેમન આ ચાર્જ ચૂકવવાનો રહેશે. 

આ વર્ષ પુરતી તેમને મોટી મદદ મળી છે. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરાયો છે જેનો ફાયદો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સાથે ગુજરાતની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટને થશે. જેમાં 50 હજાર જેટલી હોટલ રેસ્ટોરન્ટને તેનો ફાયદો થશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar