Sun,05 May 2024,3:12 pm
Print
header

ધોરણ 12માં 48% માર્ક્સ મેળવ્યાં હતા, માર્કશીટમાં 68% બતાવીને એડમિશન લીધું, બનાવટી માર્કશીટ કેસમાં આરોપી ડોક્ટરને 3 વર્ષની સજા

(પ્રતિકાત્મક ફોટો)

અમદાવાદઃ ગુજરાતની મેટ્રોપોલિટન કોર્ટે 41 વર્ષ જૂના બનાવટી માર્કશીટ કેસમાં આરોપી ડો. ઉત્પલ પટેલને દોષિત ઠેરવ્યાં છે અને તેમને 3 વર્ષની કેદની સજા ફટકારી છે. વર્ષ 1980માં ઉત્પલ પટેલે અમદાવાદની સીએન સ્કૂલમાંથી 12મા ધોરણ (વિજ્ઞાન)ની પરીક્ષા આપી હતી. પરિણામમાં તેમને 48% માર્કસ મળ્યાં હતા. જે મેડિકલ કોલેજમાં જવા માટે પૂરતા ન હતા. જેના કારણે ઉત્પલે નકલી માર્કશીટ બનાવીને આ માર્કસ 68%  કરી દીધા હતા અને તેને આધારે તેમને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો હતો.

તેમની સામે વર્ષ 1984માં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી કોર્ટમાં કેસ ચાલતો રહ્યો અને 41 વર્ષ પછી કોર્ટે તેમને દોષિત માનીને સજા સંભળાવી. ઉત્પલ પટેલની નકલી માર્કશીટનો કેસ પકડાયો હતો ત્યારે તેઓએ મેડિકલમાં એડમિશન લઇ લીધું હતુ અને ડોક્ટર પણ બન્યાં હતા. ત્યારથી લઈને આજ સુધી તેઓ દર્દીઓની દવા કરતા રહ્યાં છે.

આ કેસમાં સરકારી વકીલ પ્રજ્ઞા પ્રજાપતિનું કહેવું છે કે કોર્ટે તમામ આરોપોને સાચા માની લીધા છે અને નકલી માર્કશીટ દ્વારા મેડિકલમાં એડમિશન ખોટી રીતે લેવાયું હોવાની હકીકત સાબિત થઈ છે. આ ગંભીર ગુનામાં આરોપીને કોઈ રાહત ન મળે તેવી અપીલ કરી હતી.

કોર્ટે કહ્યું કે જો તબીબી વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ સમાજમાં આ પ્રકારનો ગુનો કરે છે, તો તેની અન્ય લોકો પર નકારાત્મક અસર પડે છે, તેથી આરોપીને કોઈપણ પ્રકારની રાહત આપવી ન્યાયિક હિતમાં નથી. આ કેસમાં કોર્ટે શાળા અને ગુજરાત શિક્ષણ બોર્ડના અધિકારીઓની જુબાની લીધા પછી, આરોપી ડો. ઉત્પલ પટેલે નકલી માર્કશીટ રજૂ કરીને બી.જે. મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હોવાનું સત્ય સામે આવ્યું હતુ.

શું હતો સમગ્ર મામલો ?

વર્ષ 1980માં ઉત્પલ પટેલ અમદાવાદની સ્કૂલમાં ધોરણ 12માં વિજ્ઞાનનો અભ્યાસ કરતા હતા અને તે વર્ષે આપેલી પરીક્ષામાં તેમને માત્ર 48% માર્કસ મળ્યાં હતા, જે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે પૂરતા ન હતા, જેના કારણે તેણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની નકલી માર્કશીટ બનાવીને તેના માર્કસ 48% થી વધારીને 68% કર્યા હતા. એફઆઈઆરના સમયે તેમની ઉંમર 17 વર્ષની હતી અને 60 વર્ષની વયે દોષી ઠેરવવામાં આવ્યાં છે.

આ પછી તેમને અમદાવાદની સૌથી પ્રતિષ્ઠિત BJ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને અભ્યાસ પણ શરૂ કર્યો. પ્રવેશ બાદ જ્યારે વિદ્યાર્થીઓના પ્રવેશની ચકાસણી કરવામાં આવી ત્યારે માર્કશીટ ખોટી હોવાનું માલુમ પડતાં ઉત્પલ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ મળતાની સાથે જ ઉત્પલ પટેલ ગુજરાતમાંથી તમિલનાડુ ગયા અને ત્યાંની મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ડોક્ટર બન્યાં. એક તરફ ગુજરાતમાં કેસ ચાલતો રહ્યો, બીજી તરફ ઉત્પલ પટેલ ડોક્ટર તરીકે કામ કરવા લાગ્યાં. જ્યારે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી ત્યારે તે 17 વર્ષના હતા અને આજે તે 60 વર્ષના છે. ત્યારે વર્ષો પછી કોર્ટે તેમને સજા ફટકારી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch