Sat,27 April 2024,4:33 am
Print
header

કોરોનાનાં દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે અમને પશુઓની જેમ સારવાર મળે છેઃ હાઇકોર્ટ

રાજ્ય સરકારને હાઇકોર્ટની ટકોર 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓનો અને મોતનો આંકડો વધી રહ્યો છે, આ દરમિયાન સરકારી હોસ્પિટલોની બેદરકારી પણ અનેક વખતે સામે આવી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનાં મોત પછી દિવસો બાદ તેમના પરિવારજનોને જાણ કર્યાની ઘટનાઓ સામે આવી છે, ઘણા દર્દીઓના શરીર પરથી દાગીના ગુમ થયાના આરોપ લાગ્યા છે, ઘડિયાળ અને મોબાઇલ પણ ગુમ થયા છે, દર્દીઓને સમયસર જમવાનું ન મળવું અને તેમની સાથે અયોગ્ય વર્તન કરવાના અનેક બનાવો સામે આવ્યાં છે, સ્વસ્છતાનો અભાવ હોય તેવા અનેક ફોટો સામે આવ્યાં છે, અહી મેડિકલ સ્ટાફને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરાઇ હતી.

અરજી બાદ ગુજરાત સરકારને હાઇકોર્ટે ટકોર કરીને કહ્યું છે કે દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે અમને પશુઓની જેમ સારવાર આપવામાં આવે છે, આ જવાબદારી સરકારની છે. કોર્ટે વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં મહત્વની ટકોર કરતા કહ્યું છે કે દર્દીનો ઇલાજ યોગ્ય રીતે થવો જોઇએ. સરકાર વતી એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં ખાતરી આપી છે કે તેઓ આરોગ્ય સેવાઓ પર પુરતુ ધ્યાન આપશે. ત્યારે હાઇકોર્ટની સુનાવણી પછી એ નક્કિ છે કે રાજ્યમાં કોરોનાના દર્દીઓને મોટી મુશ્કેલીઓ પડી રહી છે અને આરોગ્ય વિભાગ અને સરકાર અહી નિષ્ફળ છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar