Sat,27 April 2024,5:13 am
Print
header

અમદાવાદમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે, નેહરુબ્રીજ, કાલુપુર ફ્રૂટ-શાકમાર્કેટ બંધ કરાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના 175 પોઝિટિવ કેસ થઇ ગયા છે, કુલ 15 લોકોનાં મોત થયા છે, આજે સુરતમાં 2 અને પાટણમાં 1 વ્યક્તિના જીવ ગયા છે, માત્ર અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા 83 થઇ ગઇ છે, જે આંકડો ચિંતાજનક છે, સૌથી વધુ કેસ શહેરના પૂર્વ વિસ્તારમાં છે, જેથી પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં અવર જવર ઓછી કરવા શહેરનો નહેરૂ બ્રિજ ખાનગી વાહનો માટે આજે રાતથી બંધ કરી દેવામા આવ્યો છે, કોટ વિસ્તારમાં કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. 

બીજી તરફ કાલુપુર ફ્રૂટ માર્કેટ અને શાકમાર્કેટ પણ અનિશ્વિત મુદત માટે બંધ કરી દેવામાં આવ્યાં છે, શહેરના જમાલપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. અહી લોકલ ટ્રાન્સમિશનને કારણે કોરોનાએ હાહાકાર મચાવી દેતા કોર્પોરેશને શાક અને ફ્રૂટ માર્કેટ અને નહેરૂ બ્રિજ બંધ કરી દીધો છે. આ વિસ્તારોમાં પોલીસે લોકડાઉનનો કડક અમલ શરૂ કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar