Sat,04 May 2024,8:31 am
Print
header

ગુજરાતમાં પાંચ IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, જાણો વધુ વિગતો

ગાંધીનગરઃ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 5 આઇપીએસ અધિકારીઓને પ્રમોશન આપ્યાં છે, ગૃહમંત્રાલયે તેની યાદી જાહેર કરી છે, જેમાં IPS અતુલ કુમાર બંસલ, મદદનીશ પોલીસ કમિશનર, ઇ- ડિવિઝન, અમદાવાદ શહેર, IPS અધિકારી આલોક કુમાર, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા, ગાંધીનગર, IPS અધિકારી શિવમ વર્મા, મદદનીશ પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગુમ વ્યક્તિઓ માટે, ગાંધીનગર, IPS જગદીશ બંગરવા, મદદનીશ પોલીસ અધિક્ષક, દાહોદ, IPS અભિષેક ગુપ્તા, મદદનીશ પોલીસ અધિક્ષક, ખંભાત વિભાગ, આણંદને પ્રમોશન મળ્યું છે.

હજુ આઇપીએસ અધિકારીઓની બદલીનું મોટું લિસ્ટ આવી રહ્યું છે, લોકસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટી બદલીઓ થવાનું નક્કી છે.જેમાં અમદાવાદ પોલીસ કમિશનરના નામ પર સૌ કોઇની નજર છે, ઉપરાંત સુરત, વડોદરામાં પણ સીપી બદલાઇ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch