Sat,18 May 2024,6:15 pm
Print
header

ગુગલે નકલી એપ્સને હટાવી, પ્લે સ્ટોરમાંથી 2200થી વધુ એપ્સ ડિલીટ કરી દેવામાં આવી

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટનો વપરાશ વધવાની સાથે ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. સ્કેમર્સ હવે લોકોને છેતરવા માટે નકલી લોન એપ્સનો આશરો લઈ રહ્યાં છે. ઘણા ઓનલાઈન યુઝર્સ નકલી એપ્સને ઓળખવામાં અસમર્થ હોય છે અને છેતરપિંડીમાં ફસાઈ જાય છે, પછી ભારે નાણાંકીય નુકસાન સહન કરે છે. હવે ગુગલે તેના પર કડક કાર્યવાહી કરી છે. ગુગલે ફરી એકવાર પ્લે સ્ટોર પરથી ઘણી એપ્સ હટાવી દીધી છે.

લોકોને આર્થિક નુકસાનથી બચાવવા માટે ગુગલ સમયાંતરે પ્લે સ્ટોરમાંથી નકલી એપ્સને હટાવતું રહે છે. ગુગલે ફરી એકવાર પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નકલી લોન એપ્સ સામે કડક કાર્યવાહી કરી છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગુગલે સપ્ટેમ્બર 2022થી ઓગસ્ટ 2023 વચ્ચે પ્લે સ્ટોર પરથી 2200થી વધુ નકલી લોન એપને હટાવી દીધી છે.

રાજ્યમંત્રીએ સંસદમાં માહિતી આપી

સંસદમાં એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્ય મંત્રી ભગવત કરડે માહિતી આપી હતી કે સરકાર નકલી લોન એપ્સ પર કાર્યવાહી કરવા માટે આરબીઆઈ સાથે કેવી રીતે કામ કરી રહી છે. ગુગલે એપ્રિલ 2021 થી જુલાઈ 2022 વચ્ચે 3500 થી 4000 એપ્સની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ લગભગ 2500 એપ્સને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી હતી.

નકલી લોન એપ્સ સામે કાર્યવાહી કરવાની સાથે કંપનીએ તેની પોલિસીમાં પણ મોટા ફેરફાર કર્યા છે. હવે માત્ર એ જ એપ્સને જ Google Apps પર એન્ટ્રી મળશે જે રેગ્યુલેટેડ એન્ટિટી છે અથવા આ એન્ટિટીના સહયોગમાં છે. ગુગલે હવે વધારાની નીતિ જરૂરિયાતો અને અમલીકરણ પણ અમલમાં મૂક્યા છે.

આવી નકલી એપથી બચો

ફક્ત તમારી સાવધાની જ તમને ઇન્ટરનેટની દુનિયામાં સુરક્ષિત રાખી શકે છે. જો તમે બેદરકાર રહેશો તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. ગુગલ પ્લે સ્ટોરમાં હજારો એપ્સ છે. અસલી અને નકલી એપ્સ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો તમે થોડી સાવચેતી રાખશો તો તમે તમારી જાતને નુકસાનથી બચાવી શકો છો.

- કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યું ચોક્કસથી તપાસો.

- તે એપ ક્યારે લોન્ચ કરવામાં આવી તે પણ જાણો. જો એપ નવી છે અને ડાઉનલોડિંગ નંબર વધારે છે તો તે નકલી હોઈ શકે છે.

-  ઇન્સ્ટોલેશન દરમિયાન એપ કઈ પરવાનગીઓ માંગી રહી છે તેના પર પણ ધ્યાન આપો.

- જ્યારે પણ તમે કોઈ એપ ઈન્સ્ટોલ કરવા ઈચ્છો છો, ત્યારે તેને ફક્ત Google Play Store અથવા App Store પરથી જ ડાઉનલોડ કરો.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch