આદુનો ઉપયોગ મોટાભાગે ચામાં થાય છે. આદુ વગરની ચા નો કોઇ ખાસ સ્વાદ હોતો નથી. તેનો ઉપયોગ શાકના મસાલામાં પણ થાય છે. આ નાનકડો દેખાતો મસાલો ચાનો સ્વાદ તો વધારે છે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં આદુને ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો.
ઔષધીય ગુણોથી ભરપૂર આદુ માત્ર શરદી અને ઉધરસ માટે જ જીવનરક્ષક નથી, પરંતુ તેની સાથે સાથે તે કેટલાક ગંભીર રોગોમાં ખૂબ અસરકારક છે. આદુમાં રહેલા ઘણા પોષક તત્વો જેમ કે આયર્ન, કેલ્શિયમ, આયોડિન, ક્લોરિન અને વિટામિન્સ તમારા શરીરને ઘણી બીમારીઓથી દૂર રાખે છે.
આ સમસ્યાઓમાં આદુનું સેવન અસરકારક છે
એસિડિટીઃ જો ખોરાક ખાધા પછી એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા હોય તો આદુના પાણીનું સેવન કરો. તે શરીરમાં એસિડની માત્રાને નિયંત્રિત કરે છે. ભોજન કર્યાં પછી 10 મિનિટ પછી આદુનો રસ ખુબ જ ઓછી માત્રામાં પીવો.
સ્થૂળતામાં અસરકારકઃ જો તમે દરરોજ આદુના રસનું સેવન કરો છો તમને સ્થૂળતાથી છૂટકારો મળી જશે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને પેટની ચરબી પણ દૂર થાય છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરોઃ જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો તમે આદુના પાણીનું સેવન કરી શકો છો. તેનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. જેના કારણે ડાયાબિટીસનો ખતરો દૂર થાય છે.
નબળી રોગપ્રતિકારક શક્તિ વધારવીઃ જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને તમે મોસમી રોગોનો શિકાર થાઓ છો અને શરદી અને ઉધરસથી પરેશાન છો તો તમારે આદુનું સેવન કરવું જોઈએ.
સાંધાના દુખાવામાં રાહત આપે છે: આદુવાળી ચા સાંધાના દુખાવામાં પણ અસરકારક છે. આ ચા દુખાવામાં આરામ આપે છે અને જો ઘૂંટણ અથવા આંગળીઓ અને અંગૂઠામાં દુખાવો હોય તો તે દૂર થાય છે.(જો કે વધારે ચા પીવાથી આરોગ્યને નુકસાન પણ થાય છે)
પીરિયડ્સના દુખાવામાં અસરકારક: આ ચા માસિક ધર્મના ખેંચાણને દૂર કરવામાં પણ સારી અસર કરે છે. ઉપરાંત, જો તમને ઉલટી થવા લાગે અથવા ઉબકા આવવા લાગે તો આદુની ચા પીવો. ઉલ્ટી બંધ થાય છે.
કેવી રીતે સેવન કરવું ?
સામાન્ય રીતે આદુને ચામાં ઉમેરીને પીવામાં આવે છે. પરંતુ જો તમને વધુ ફાયદા જોઈતા હોય તો ચાને બદલે પાણીમાં પીવો. આદુનું પાણી બનાવવા માટે તેને છીણી લો. હવે એક ગ્લાસ પાણીમાં છીણેલું આદુ ઉમેરો અને પાણીને સારી રીતે ઉકાળો. હવે આ પાણીને ગાળીને ચાની જેમ પી લો. સ્વાદ માટે તમે આ પાણીમાં મધ ઉમેરી શકો છો.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
આ શાક ગરીબોની બદામ છે, તે અનેક રોગોમાં ફાયદાકારક છે, વિદેશમાં પણ તેની ખૂબ માંગ છે | 2024-10-06 07:59:12
આ લોકો માટે પપૈયું ઝેર સમાન છે, વધી શકે છે સમસ્યાઓ, ભૂલથી પણ તેનું સેવન ન કરતા | 2024-10-05 09:42:01
ખોડાથી લઈને ત્વચાની સમસ્યાઓમાં ગલગોટાનું ફૂલ છે ફાયદાકારક, આ ફાયદા જાણીને આશ્રર્યચકિત થઇ જશો | 2024-10-04 10:19:02
આ 10 છોડ દવાઓ કરતાં વધુ અસરકારક છે, તે આ ખતરનાક રોગોને મટાડે છે | 2024-10-04 08:48:39
આ જ્યુસ યુરિક એસિડનો કાળ છે, તેને થોડા દિવસો સુધી પીવાથી દુખાવો દૂર થઈ જશે ! | 2024-10-03 08:46:15