Thu,09 May 2024,2:47 am
Print
header

જર્મનીના હેમ્બર્ગ ચર્ચમાં બંદૂકધારીઓએ કર્યું ફાયરિંગ, 7 લોકોનાં મોત

હેમ્બર્ગઃ જર્મનીના હેમ્બર્ગમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોળીબારની ઘટના ઉત્તર જર્મનીના હેમ્બર્ગ  શહેરમાં થઇ હતી. પોલીસ અને મેડિકલ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 7 લોકોનાં મોત થયા છે. અત્યારે ગુનેગાર વિશે કોઈ વિશ્વસનીય માહિતી નથી.

પોલીસે આ વિસ્તારમાં વધારે જોખમ માટે એલાર્મ વગાડ્યું હતું. પોલીસે હુમલો કરાયેલી ઇમારતો નજીકનો રસ્તો બંધ કરી દીધો છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપી છે. પોલીસે જણાવ્યું કે ગુનેગાર બિલ્ડિંગમાં છુપાયો હોઈ શકે છે. 

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે બિલ્ડિંગના ઉપરના ભાગમાં જોવા મળેલ વ્યક્તિ સંભવિત ગુનેગાર હતો. ત્રણ માળની આ ઇમારતમાં ગુરુવારે સાંજે એક કાર્યક્રમ થઇ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો, શહેરના મેયર પીટર ચેંચેરે ટ્વીટર પર આ ગોળીબાર અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ડિસેમ્બર 2016 માં બર્લિનના ક્રિસમસ માર્કેટમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલી સૌથી ભયાનક ટ્રક ભાગદોડમાં 12 લોકોના મોત થયા હતા. ટયુનિશિયાનો આ હુમલાખોર આઇએસઆઇએસ જૂથનો સમર્થક હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch