Sat,27 April 2024,1:30 am
Print
header

આખરે મહિનાઓ પછી ચીનની કબૂલાત, કહ્યું ગલવાનમાં અમારા આટલા સૈનિકો માર્યાં ગયા હતા

ફાઇલ ફોટો

બેઇઝિંગઃ થોડા મહિનાઓ પહેલા ગલવાન  ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી, આ ઘર્ષણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા તેમ છંતા ચીન સરકાર આ મામલો દબાવવા સત્ય હકીકત સામે લાવી ન હતી, જો કે અનેક અખબારોએ ચીની સૈનિકોના મોતને લઇને જુદા જુદા દાવા કર્યાં હતા, આખરે ચીન સરકારે પણ હવે તેમના સૈનિકો માર્યાં ગયાની વાત સ્વીકારી લીધી છે.

ચીની અખબારના એક રિપોર્ટ મુજબ ગલવાનમાં ચીનના 4 સૈનિકો માર્યાં ગયા હતા અને એક સૈનિકોનું મોત રેસક્યું વખતે થયું હતુ, ચીને કુલ 5 સૈનિકો ભારત સામેની અથડામણ વખતે ગુમાવ્યાં છે. જો કે એક રશિયન એજન્સીએ અગાઉ ચીનના 45 થી વધુ સૈનિકો માર્યા ગયાનો દાવો કર્યો હતો, જેના પરથી લાગી રહ્યું છે કે ચીન તેના મૃતક સૈનિકોની સંખ્યાનો આંકડો ઓછો બતાવીને દુનિયાથી બધુ છુપાવી રહ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch