Sat,27 April 2024,10:12 pm
Print
header

Fact Check: રાહુલ ગાંધીએ પહેરી ન હતી ભાજપના લોગોવાળી ટી-શર્ટ, જાણો આ વાયરલ ફોટોનું સત્ય- gujaratpost

Fack Check: ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા લોકોને વિવિધ માહિતી આપવામાં મદદરૂપ છે.પરંતુ લોકો નકલી સમાચાર ફેલાવવા માટે પણ તેનો વ્યાપક ઉપયોગ કરે છે. દરરોજ આવા સમાચારો, ફોટો વગેરે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી હોતુ. આવા ફેક ન્યૂઝથી તમને ચેતવવા માટે અમે લાવ્યાં છીએ GujaratPost Fact Check, ફેક ન્યૂઝનો મામલો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર રાહુલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના ટી શર્ટ પર ભાજપનો સિમ્બોલ છે. જો કે, જ્યારે GujaratPost એ આ મામલે તપાસ કરી તો બીજું સત્ય સામે આવ્યું.

શું થઈ રહ્યું છે વાયરલ ?

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલમાં પૂર્વથી પશ્ચિમ સુધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યાં છે. તેઓ લોકોને સંબોધિત પણ કરી રહ્યાં છે. જો કે આ મુલાકાત દરમિયાન એક રેલીમાંથી રાહુલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટાની પાછળ બીજેપીનું ચૂંટણી ચિહ્ન એટલે કે કમળનું ફૂલ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ બીજેપીને સપોર્ટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ફોટો શેર કરતા AAP KA KISHANN નામના યુઝરે લખ્યું છે - અમે પહેલા જ કહ્યું હતું કે આ રાહુલ ગાંધી બીજેપીના એજન્ટ છે, આજે અમે રાહુલ ગાંધીને રંગે હાથે પકડ્યાં છે.

Gujaratpost News Fact Check:

આ મામલો રાહુલ ગાંધી સાથે સંબંધિત હોવાથી તેની તપાસ શરૂ કરાઇ, સૌથી પહેલા અમે ગુગલ ઓપન સર્ચમાં ગયા અને કેસ સાથે જોડાયેલા કીવર્ડ્સની મદદથી આવા સમાચાર શોધવાનો પ્રયાસ કર્યો, જેમાં રાહુલ ગાંધીએ બીજેપી ટી-શર્ટ પહેર્યું હોવાનો ઉલ્લેખ છે. જો કે, અમને આવો કોઈ દાવો મળ્યો નથી. અમે રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તાજેતરના ફોટો પણ જોયા જેમાં તેમણે ટી-શર્ટ પહેરી છે પરંતુ ભાજપનો લોગો નથી.

હવે અમે ગુગલ રિવર્સ ઇમેજની મદદ લીધી અને આ ફોટો સર્ચ કર્યો. આમ કરવાથી, અમને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત દ્વારા 14 જાન્યુઆરીએ કરવામાં આવેલી એક ઇન્સ્ટા પોસ્ટ મળી. આ પોસ્ટમાં વાયરલ થઈ રહેલા ફોટો જેવો જ ફોટો છે પરંતુ તેના પર બીજેપીનું ચૂંટણી ચિહ્ન નથી. મામલો સ્પષ્ટ હતો કે રાહુલ ગાંધીનો ફોટો જાણી જોઈને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

હકીકત તપાસમાં શું બહાર આવ્યું ?

ગુજરાતપોસ્ટ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી હકીકત તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ ગાંધીનો ફોટો એડિટ કરવામાં આવ્યો છે તેમના ટી-શર્ટ પર ભાજપનું ચૂંટણી પ્રતિક કમળ મૂકવામાં આવ્યું છે. આ તસવીર સંપૂર્ણપણે ખોટી છે. તેથી તમારે આ વાયરલ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch