Sun,28 April 2024,6:10 am
Print
header

રાફેલને ભારત લાવવામાં હતી મહત્વની ભૂમિકા...પૂર્વ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા ભાજપમાં સામેલ થયા- Gujarat Post

ભદૌરિયા  રાફેલ સહિત 28 થી વધુ પ્રકારના ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવી ચૂક્યાં છે

રાફેલ વિમાનની ખરીદી માટે રચાયેલી ટીમમાં ભદૌરિયા મહત્વના ભાગ હતા

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના પૂર્વ એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયા રવિવારે ભાજપમાં જોડાયા છે. તેઓ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપ મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

નિવૃત્ત એર ચીફ માર્શલે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, મેં મારા જીવનના 40 વર્ષથી વધુ સમય ભારતીય વાયુસેના માટે આપ્યા તે ખૂબ જ ગર્વની વાત છે. છેલ્લા 8 થી 10 વર્ષમાં આ પક્ષની સરકાર દ્વારા ભારતીય દળોને મજબૂત કરવા, તેમને આત્મનિર્ભર બનાવવા અને આધુનિક બનાવવા માટે લેવામાં આવેલા આકરા પગલાઓએ આપણા દળોની ક્ષમતાઓ વિકસાવી છે. જેના કારણે સેનામાં પણ નવો આત્મવિશ્વાસ આવ્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch