Fri,26 April 2024,5:14 pm
Print
header

શિયાળામાં રોજ ગોળ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ થશે મજબૂત, સાથે જ આ બીમારીઓથી પણ બચી શકાશે

શિયાળાની ઋતુમાં લોકોનું શરીર ગરમ રહે અને તેમને ઠંડી ન લાગે તે માટે લોકો આવા ખોરાકની શોધમાં હોય છે.ઘણા એવા ફૂડ્સ છે, જેના સેવનથી શરીર અંદરથી ગરમ રહે છે. તેમાંથી એક ખોરાક છે ગોળ.ખાંડ કરતા ગોળનું સેવન ઘણું ફાયદાકારક છે. ગોળમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.ગોળમાં ઘણા પોષક તત્વો ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બી અને એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર હોય છે. 

શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે

ગોળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શિયાળાની ઋતુમાં તમારી ઈમ્યુનિટી નબળી ન હોવી જોઈએ, તેથી રોજ ગોળનું સેવન જરૂરથી કરો.તેમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને બીજા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.

અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક

અસ્થમાના દર્દીઓએ ખાસ કરીને ગોળનું સેવન કરવું જોઈએ. તે તમારા નિયમિત આહારમાં ઉમેરવાથી શ્વસન સમસ્યાઓથી બચી શકાય છે. તેમજ અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવા રોગો પણ નિયંત્રણમાં રહે છે.

ઠંડી સામે રક્ષણ આપે

ગોળ ગરમ હોય છે, તેથી તે તમને ઠંડીની મોસમમાં ઉધરસ અને શરદીથી બચાવે છે. તેનાથી ગળાને આરામ મળે છે. બળતરા ઓછી કરે છે. ગોળને કાચો, ગરમ પાણી કે ચા સાથે મિક્સ કરીને ખાવાથી પણ શરદીથી છૂટકારો મળી શકે છે. 

સાંધાનો દુખાવો ઓછો કરે છે

જો તમને શિયાળામાં સાંધાનો દુખાવો થતો હોય તો તેનાથી રાહત મેળવવા માટે રોજ ગોળ ખાવો જોઈએ.સંધિવાથી બચવા અને હાડકાંને મજબૂત કરવા માટે તમે ગોળને એક ગ્લાસ દૂધમાં ભેળવીને પી શકો છો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar