Subscribe Now For Gujarat Post

Print
header

શિયાળામાં તાજા લીલા વટાણા કેમ ખાવા જોઈએ ? તમને પ્રોટીનની સાથે આ અજોડ ફાયદા પણ આપશે

લીલા વટાણા સામાન્ય રીતે શિયાળામાં ઉગાડવામાં આવે છે, પરંતુ તે આખા વર્ષ દરમિયાન સૂકા સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે. ફ્રોઝન વટાણા ખાવાને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી, તેથી તમને ફક્ત તાજા લીલા વટાણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

જાણો, શિયાળાની ઋતુમાં નિયમિતપણે તાજા લીલા વટાણા ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

લીલા વટાણા ખાવાના અદ્ભભૂત ફાયદા

1. પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત

લીલા વટાણા છોડ આધારિત પ્રોટીનથી ભરપૂર હોય છે, જો તેને નિયમિત રીતે ખાવામાં આવે તો હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે અને તે માંસપેશીઓને મજબૂત કરવામાં મદદ કરે છે.તે બાળકોના શરીરના વિકાસ માટે પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

2. ફાઇબરથી ભરપૂર

લીલા વટાણાને ફાઈબરનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે, તેને ખાવાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો, જે તમને વધુ પડતું ખાવાથી રોકે છે અને ધીમે ધીમે વજન ઘટવા લાગે છે. જેઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ પરફેક્ટ ડાયટ છે.

3. ડાયાબિટીસમાં અસરકારક

લીલા વટાણામાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે અને તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે અચાનક સુગરના વધારાને અટકાવે છે, ફાઇબરની હાજરીને કારણે કાર્બોહાઇડ્રેટ્સનું શોષણ ઘટાડે છે.આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા વટાણા ઉત્તમ આહાર છે.

4. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

લીલા વટાણામાં ઘણા ખનિજો મળી આવે છે જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે, જેમ કે મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ.આ તમામ પોષક તત્વો બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે, જેનાથી હાર્ટ એટેકનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. તે નસોમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar