Sat,27 July 2024,4:39 pm
Print
header

ફિઝિયોથેરાપિસ્ટ નહીં પરંતુ રેપિસ્ટ, સત્યેન્દ્ર જૈનને જેલમાં મસાજ આપતા વીડિયો પર ભાજપનો મોટો દાવો- Gujarat Post News

નવી દિલ્હી: મની લોન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો મસાજ કરાવતો વીડિયો વાઇરલ થયો છે. તેના પર ભાજપે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈનને મસાજ આપનાર વ્યક્તિ પર સગીરા સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. તિહાર જેલમાં બંધ રિંકુ એ કેદી છે જે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની માલિશ કરે છે. જેના પર પોક્સો એક્ટની કલમ 6 અને આઈપીસીની કલમ 376, 506 અને 509 હેઠળ આરોપ મૂકવામાં આવ્યાં છે. તે ફિઝિયોથેરાપિસ્ટ નથી પરંતુ રેપિસ્ટ છે.

તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનની બેરેકના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા.વાયરલ ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન પોતાના સેલની અંદર મસાજ કરાવતા જોવા મળ્યાં હતા.એક શખ્સ મંત્રી સત્યેન્દ્ર જૈનના શરીરની માલિશ કરતો જોવા મળ્યો હતો. ઇડીએ આ અંગે કોર્ટમાં ફરિયાદ કરીને જેલના સીસીટીવી ફૂટેજ કોર્ટને સોંપ્યા છે. જૈન તિહારની જેલ નંબર 7માં બંધ છે. જેલમાં જૈનની સુવિધા માટે જેલ અધિક્ષક સહિત ચાર જેલ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સાથે જ 35થી વધુ જેલ અધિકારીઓ અને કર્મચારીઓની જેલ બદલવામાં આવી છે.

જૈનની ઇડીએ 30 મેના રોજ કરી હતી ધરપકડ 

આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમો હેઠળ ધરપકડ કરાઇ હતી. સત્યેન્દ્ર જૈન સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.

અગાઉ એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ જૈનના પરિવાર અને કંપનીઓની 4.81 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી હતી.જેમાં અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ડો મેટલ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.  

જૈન પર આરોપ છે કે તેમણે દિલ્હીમાં ઘણી શેલ કંપનીઓ શરૂ કરી છે અથવા ખરીદી છે. તેઓએ કોલકાતા સ્થિત ત્રણ હવાલા ઓપરેટરોની 54 શેલ કંપનીઓ દ્વારા 16.39 કરોડ રૂપિયાનું કાળું નાણું પણ ધોળું કર્યું હતું. જૈન પાસે પ્રયાસ, ઈન્ડો અને અકિનચાન નામની કંપનીઓના શેર હતા.

2015માં કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા બાદ જૈનના તમામ શેર તેમની પત્નીને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યાં હતા. ધરપકડ બાદ ઈડીએ જ્યારે જૈનને સવાલ પૂછ્યા તો તેમણે કોરોનાને કારણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હોવાનો દાવો કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch