Sat,27 April 2024,12:26 am
Print
header

કોરોના સામે જંગ, રાષ્ટ્રપતિ, સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો, સાંસદોને વિસ્તારના વિકાસનું ફંડ નહીં મળે

નવી દિલ્હીઃ દેશ આજે કોરોના વાઇરસની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે, કોરોના વાઇરસને અટકાવવા સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે, ત્યારે દેશની જનતાને મદદ કરવા આજે મોદી સરકારની કેબિનેટે મહત્વનો નિર્ણય કર્યો છે, જે પ્રમાણે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સાંસદોના પગારમાં એક વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરાયો છે, વધેલી રકમનો ઉપયોગ કોરોના સામેની લડાઇમાં કરાશે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે પોતાના વિસ્તારના ડેવલપમેન્ટ માટે સાંસદોને મળતા એરિયા ડેવલપમેન્ટ ફંડને 2 વર્ષ માટે બંધ કરાયું છે, એક સાંસદને વર્ષે MPLAD ફંડ 5 કરોડ રૂપિયા અપાય છે, જેનો ઉપયોગ પોતાના મત વિસ્તારના વિકાસ માટે કરવાનો હોય છે, જેમાંથી વધેલી રકમ સરકાર કોરોના સામેની લડાઇમાં કરશે.

ગુજરાતની વિજય રૂપાણી સરકારે પણ જાહેરાત કરી છે કે ગુજરાતના ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ માટે 30 ટકા ઓછું વેતન લેશે. સાથે જ ધારાસભ્યોને તેમના મતવિસ્તારના વિકાસ માટે મળતી ગ્રાન્ટ એક વર્ષ માટે બંધ કરી દેવાઇ છે અને બચત થનારી તમામ રકમ કોરોના સામેની લડાઇમાં વાપરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch