Fri,20 September 2024,1:17 pm
Print
header

ક્રૂરતા, લીવઇનમાં રહેતી યુવતીના 35 ટુકડા કરી નાખ્યાં, આરોપી 18 દિવસ સુધી એક-એક ટુકડો જંગલમાં નાખતો રહ્યો- Gujarat Post News

નવી દિલ્હીઃ લિવ ઇનનાં રહેતી એક યુવતીની તેના જ પાર્ટનરે ક્રૂર રીતે હત્યા કરીને લાશના ટુકડા કરીને જુદા જુદા વિસ્તારોમાં ફેંકી દીધા હતા. યુવતીની હત્યાના 5 મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ યુવતીની હત્યા કર્યાં બાદ તેના શરીરના ટુકડા કરી દીધા હતા, આ ટુકડા ફ્રીઝમાં રાખ્યાં હતા અને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં તેને ફેંકી દીધા હતા.આરોપી આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરીને પોતાના ઘરમાં રાખ્યાં હતા. આ માટે આફતાબે એક નવું મોટું ફ્રિજ ખરીદ્યું હતુ. 18 દિવસ સુધી બોડી પીસ ઘરમાં રાખ્યા હતાા. રાત્રે 2 વાગે તે પ્લાસ્ટિકની થેલીમાં એક પછી એક શરીરના ટુકડા લઈને ફેંકવા જતો હતો.અત્યાર સુધીમાં લાશના 15 ટુકડા મળી આવ્યાં છે.

જે યુવતીની હત્યા કરવામાં આવી હતી, તે મુંબઈની એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. હત્યાનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા લગ્નના બહાને મુંબઈના મલાડ વિસ્તારમાંથી 26 વર્ષીય શ્રદ્ધા વોકરને દિલ્હી લઈ આવ્યો હતો. વિકાસ મદનભાઇ વોકરે 8 નવેમ્બરના રોજ દિલ્હીના મેહરૌલી પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રીના અપહરણની એફઆઈઆર નોંધાવી હતી. શ્રદ્ધાના પિતાએ જણાવ્યું કે તે મહારાષ્ટ્રના પાલઘરમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમની 26 વર્ષીય પુત્રી શ્રદ્ધા વોકર મુંબઈના મલાડમાં એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. શ્રદ્ધાની મુલાકાત આફતાબ અમીન સાથે થઇ હતી.બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને લિવ ઇનમાં  રહેવા લાગ્યા હતા. પરિવારને આ સંબંધની ખબર પડી તો તેમણે વિરોધ કર્યો હતો. પરિવારજનોએ વિરોધ કર્યો ત્યારે શ્રદ્ધા અને આફતાબ અચાનક મુંબઇ છોડીને જતા રહ્યાં હતા.  

આરોપીએ કોઇ કારણસર યુવતીની ક્રૂરતાથી હત્યા કરતો હતો, ઘરમાં લાશની વાસ ન આવે તે માટે દરરોજ અનેક વખત અગરબત્તી કરતો હતો, આ મામલે હજુ અનેક ખુલાસા થવાના બાકી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch