Sat,04 May 2024,6:13 pm
Print
header

ગૌરવ ગુજરાતનું, પ્રજાસત્તાક પરેડમાં દેખાયેલો આપણો ધોરડોનો ટેબ્લો પીપલ્સ ચોઇસમાં બન્યો નંબર 1, કુલ 2 એવોર્ડ મળ્યાં

સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી જાણકારી

પીપલ્સ ચોઇસમાં સતત બીજા વર્ષે પહેલો નંબર મળ્યો

ગાંધીનગરઃ 26 જાન્યુઆરી 2024 એ દેશના 75 માં પ્રજાસત્તાક દિવસે રાજધાની દિલ્હીમાં કચ્છના ધોરડોનો ટેબ્લો કર્તવ્ય પથ પર દેખાયો હતો, જે આપણી કચ્છની અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરે છે, હવે આપણો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પહેલા નંબરે પસંદગી પામ્યો છે. ધોરડોમાં દર વર્ષે રણોત્સવ યોજવામાં આવે છે અને અહીં પ્રવાસનની ગતિવીધીઓ પણ વધી છે. વિશ્વકક્ષાએ ધોરડોનું નામ ઓળખીતું બની ગયું છે.

ધોરડો વર્લ્ડ ટુરીઝમ વિલેજ-UNWTOની થીમ આધારિત ઝાંખી રજૂ કરાઇ હતી

વોટિંગમાં મળ્યાં સૌથી વધુ 32 ટકા મતો

MyGov Plateform પર દેશની જનતાએ કર્યું હતુ ઓનલાઇન વોટિંગ

કર્તવ્ય પથ પર ગુજરાત સહિતના રાજ્યોના 25 ટેબ્લો રજૂ કરવામાં આવ્યાં હતા, ટેબ્લોની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોને બીજો નંબર મળ્યો છે, એટલે કે ટેબ્લોને કુલ 2 એવોર્ડ મળ્યાં છે.

આપણા ટેબ્લોમાં કચ્છની ઓળખ બની ગયેલો રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને બતાવવામાં આવી હતી. ટેબ્લોની સાથે UNESCOના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સામેલ કરવામાં આવેલા આપણા ગરબાની પ્રસ્તુતિ પણ બતાવવામાં આવી હતી. જેમાં દિવાળીબેન આહીરના સ્વર હતા.

નવી દિલ્હીમાં 29 જાન્યુઆરીએ આયોજિત કાર્યક્રમમાં આ એવોર્ડ ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ અનને મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે અને માહિતી નિયામક ધીરજ પારેખે સ્વીકાર્યો હતો.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch