નવી દિલ્હીઃ ભારતમાં G2-0 સમિટનો આજે બીજો દિવસ છે. આજે શિખર બેઠક પહેલા તમામ G-20 દેશોના નેતાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યાં હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન PM મોદી જ્યાં ઉભા રહીને વિદેશી મહેમાનોનું અભિવાદન કરી રહ્યાં હતા, તેમની પાછળ સાબરમતી આશ્રમની તસવીર ચોંટાડવામાં આવી હતી. પીએમ મોદીએ પહેલા તમામ મહેમાનોને ખાદીના વસ્ત્રો પહેરાવીને આવકાર્યાં અને પછી સાબરમતી આશ્રમ વિશે માહિતી આપી હતી અને મહાત્મા ગાંધીના મૂલ્યો વિશે વાત કરી હતી.
આ પહેલા શનિવારે જ્યારે PM મોદી G- 20 સમિટમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરી રહ્યાં હતા, ત્યારે તેમની પાછળ ઓડિશાના પ્રખ્યાત કોણાર્ક ચક્રની તસવીર મૂકવામાં આવી હતી.પીએમ મોદીએ મહેમાનોને કોણાર્ક ચક્ર વિશે પણ માહિતી આપી હતી.
#WATCH | G 20 in India: Prime Minister Narendra Modi, US President Joe Biden, UK PM Rishi Sunak at Delhi's Rajghat after paying homage to Mahatma Gandhi. pic.twitter.com/azaIS9d62L
— ANI (@ANI) September 10, 2023
G 20 in India | Visuals from Rajghat where G 20 leaders & other Heads of international organizations will pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/NNImnOzhqX
— ANI (@ANI) September 10, 2023
સાબરમતી આશ્રમ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો વારસો અને સ્વતંત્રતા ચળવળનો વારસો છે. આ આશ્રમ વર્ષ 1917માં સાબરમતી નદીના કિનારે બનાવવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધી આ આશ્રમમાં 1917 થી 1930 સુધી રહ્યા હતા. તેમના રોકાણ દરમિયાન સાબરમતી આશ્રમે દાંડી કૂચ સહિત અનેક ઐતિહાસિક ઘટનાઓ જોઈ છે. આ આશ્રમ મહાત્મા ગાંધીની શાંતિ અને સાદગીનો પુરાવો માનવામાં આવે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
સીએમ હિમંતા બિસ્વા સરમાની પત્ની પર શું છે આરોપ ? જાણો શું છે આસામના સબસિડી કૌભાંડનો મામલો? | 2023-09-24 09:30:32
મહાદેવની નગરીમાં બની રહેલા સ્ટેડિયમની ડિઝાઈન ખુદ મહાદેવને સમર્પિતઃ પીએમ મોદી | 2023-09-23 15:35:06
Big News- ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થયું, 2 મત વિરોધમાં પડ્યાં | 2023-09-20 21:33:17
એશિયન ગેમ્સ 2023: ચીનમાં લહેરાવ્યો તિરંગો, ભારતે વર્લ્ડ રેકોર્ડ તોડીને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો | 2023-09-25 08:56:26
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને હરાવીને મેડલ કર્યો પાક્કો- Gujarat Post | 2023-09-24 10:59:10