Sat,27 April 2024,10:47 am
Print
header

જમીનના બદલામાં નોકરીનો ખેલ, લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, મીસા ભારતીને કોર્ટે આપ્યાં જામીન

નવી દિલ્હી: જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીને રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યાં છે. ત્રણેયને 50 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મળી ગયા છે. આ કેસની આગામી સુનાવણી 29 માર્ચે થશે. આજે લાલુનો પરિવાર દિલ્હીની કોર્ટમાં હાજર થયો હતો.

કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી અને હેમા યાદવ સહિત 16 આરોપીઓને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. આ કેસમાં સીબીઆઇએ એક સપ્તાહ પહેલા રાબડી દેવી, લાલુ યાદવ અને મીસા ભારતી સહિત અન્ય આરોપીઓની પૂછપરછ કરી હતી. સાથે જ ઈડીએ લાલુ પરિવારના સભ્યોના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા.  

જમીનના બદલામાં નોકરી... કૌભાંડના કેટલા આરોપીઓ ?

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે લાલુ યાદવ, રાબડી દેવી અને પુત્રી મીસા ભારતી સહિત કુલ 16 લોકો હાજર રહ્યાં હતા. લાલુ યાદવ પર ભારતીય રેલવેમાં ભરતી દરમિયાન છેતરપિંડી અને જમીનના બદલામાં નોકરી આપવાનો આરોપ છે. સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. રાબડી દેવી મંગળવારે દિલ્હી પહોંચી ગયા હતા, જ્યારે લાલુ પ્રસાદ યાદવ પહેલાથી જ દિલ્હીમાં છે.

આ પહેલા સીબીઆઇએ પટનામાં રાબડી દેવી અને દિલ્હીમાં લાલુ અને મીસા ભારતીની 6 માર્ચે પૂછપરછ કરી હતી. સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે-

કેસ નં.1

પટનાના સંજય રાયે રાબડી દેવીને 3,375 ચોરસ ફૂટનો પ્લોટ માત્ર 3.75 લાખ રૂપિયામાં વેચ્યો હતો. જેના બદલામાં સંજય રોય અને તેના પરિવારના બે સભ્યોને નોકરી મળી ગઇ હતી.

કેસ નં.2

પટણાના હજારી રાયે એકે ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડને 9,527 ચોરસ ફૂટ જમીન વેચી હતી. 2014માં રાબડી દેવી એકે ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર બન્યા હતા. હજારી રાયના બે ભત્રીજા દિલચંદ કુમાર અને પ્રેમચંદ કુમારને રેલવેમાં નોકરી મળી ગઈ.

કેસ નં.3

પટનાના લાલબાબુ રાયે રાબડી દેવીને 13 લાખ રૂપિયામાં 1,360 ચોરસ ફૂટ જમીન વેચી હતી. લાલ બાબુ રાયના પુત્ર લાલચંદ રાયને રેલવેમાં નોકરી આપવામાં આવી હતી.

આવા જ સાત કિસ્સાઓમાં મીસા ભારતી અને હેમા યાદવના નામે પણ જમીન ખરીદવામાં આવી હતી.આ તમામ કેસ 2004થી 2009ના છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા. સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં લખ્યું છે કે, ભોલા યાદવ લાલુના સત્તાવાર આવાસમાં ભરતીના બદલે જમીન સાથે વ્યવહાર કરતા હતા. આ મામલે ઈડીએ તેજસ્વી યાદવ સહિત લાલુ પ્રસાદ યાદવના નજીકના સાથીઓના ઘરે દરોડા પાડ્યા હતા. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch