Sat,27 April 2024,2:17 am
Print
header

વડાપ્રધાન મોદી સુરક્ષા વગર યુનિવર્સિટી કેમ્પસમાં જઇ બતાવો ! જાણો રાહુલ ગાંધીએ બીજું શું કહ્યું ?

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદાનો વિરોધ કરવા દિલ્હીમાં કોંગ્રેસ અને વિપક્ષોની બેઠક મળી હતી, જયાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના અને 14 જેટલા વિપક્ષોના નેતાઓ હાજર રહ્યાં હતા, બેઠક પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પડકાર ફેંક્યો છે, તેમને કહ્યું વિદ્યાર્થીઓમાં મોદી સરકાર સામે ભારે રોષ છે, મોદીનામાં જો તાકાત હોય તો તેઓ સુરક્ષા વગર જ જેએનયુ જેવી યુનિવર્સિટીના કેમ્પસમાં જઇ બતાવે, વિદ્યાર્થીઓનો રોષ ત્યાં જ ખબર પડી જશે, એક રીતે રાહુલે મોદીને માટે કહ્યું છે કે જો સુરક્ષા વગર નીકળ્યાં છો તો તમારૂં કંઇ પણ થઇ શકે છે.

રાહુલે કહ્યું કે બેરોજગારી અને નાગરિકા કાયદા જેવા મુદ્દાઓને લઇને યુવાઓમાં આક્રોશ છે, જેનો સામનો મોદી સરકારે કરવો જ પડશે, જો વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થશે તો સરકારે તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે, થોડા દિવસ પહેલા જેએનયુમાં વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં પણ ભાજપનો હાથ હોવાનું તેમને કહીને મોદી સરકારની ઝાટકણી કાઢી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch