Mon,29 April 2024,6:55 pm
Print
header

શિયાળામાં દરરોજ 4 ખજૂર ખાઓ, તમને શરીરમાં મળશે ઊર્જા અને શરદીથી રાહત

જો તમે શિયાળામાં તમારા શરીરને રોગોથી બચાવવા માંગતા હોવ અને તરત ઉર્જા ઈચ્છતા હોવ તો તમારા આહારમાં ખજૂરનો ચોક્કસ સમાવેશ કરો. જો તમે સારો આહાર લો છો તો તમારા શરીરને અનેક ખતરનાક રોગોથી બચાવી શકાય છે.તમારી ખાવા-પીવાની આદતોની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. શિયાળામાં તમારે દરરોજ 3-4 ખજૂર ખાવી જોઈએ. ખજૂરમાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે અને તે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. સુકી ખજૂર કેલરી, કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે. ખજૂરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે હૃદય અને ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કેવી રીતે અને કેટલી ખજૂર ખાવી જોઈએ ?

તમે સવારે ખાલી પેટ ખજૂર ખાઈ શકો છો. જો તમે ઇચ્છો તો તમારા સવારના આહારનો ભાગ બનાવી શકો છો. તમે ખજૂરને રાતભર પાણીમાં પલાળીને પણ ખાઈ શકો છો. તમે તેને પલાળ્યા વગર પણ ખાઈ શકો છો. તમે મીઠાઈ તરીકે પણ ખજૂરનો ઉપયોગ કરી શકો છો. શરૂઆતમાં તમે 2-3 ખજૂર ખાઈ શકો છો. તમારે દરરોજ ઓછામાં ઓછી 4 ખજૂર ખાવી જોઈએ.

ખજૂરમાં પોષક તત્વો મળી આવે છે

ખજૂર ઘણા પોષક તત્વોનો ભંડાર છે. ખજૂરમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ, વિટામિન કે અને સોડિયમ મળી આવે છે. ખજૂર ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. ખજૂરમાં ઘણા એન્ટીઑકિસડન્ટો મળી આવે છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખજૂર વિટામિન B6 નો સારો સ્ત્રોત છે.

ખજૂર ખાવાના ફાયદા

ખજૂર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. ખજૂરમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે કોષોને ફ્રી રેડિકલથી બચાવવામાં મદદ કરે છે.તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. ખજૂર ખાવાથી આંખ સંબંધિત રોગોને દૂર રાખી શકાય છે. તેમાં જોવા મળતા ફ્લેવોનોઈડ નામના એન્ટીઓક્સીડેન્ટ ડાયાબિટીસ, અલ્ઝાઈમર અને અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. ખજૂર હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં જોવા મળતું વિટામિન K લોહીને ઘટ્ટ થવાથી બચાવે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar