Sat,27 April 2024,9:51 am
Print
header

વિશ્વનું સૌથી મોટું કોરોનાનું રસીકરણ ભારતમાં શરૂ, ભાવુક થયેલા મોદીએ કહી આ વાત

નવી દિલ્હીઃ દુનિયા આખી આજે કોરોના વાઇરસથી પીડિત છે ત્યારે આજથી ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ શરૂ થઇ ગયું છે, દેશની કરોડો જનતાને કોરોનાની રસી આપવામાં આવશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધતા કહ્યું કે સૌથી પહેલા હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવશે, દેશમાં 3006 કેન્દ્રો પર રસીકરણની શરૂઆત કરાઇ છે એક કેન્દ્ર પર દરરોજ અંદાજે 100 લોકોને રસી આપવામાં આવશે. જે માટે આખું લિસ્ટ પણ તૈયાર કરાયું છે. 

રસીકરણ બાદ જો કોઇ વ્યક્તિને આડઅસર થાય છે તો તેમની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.આજે દેશભરમાં ત્રણ લાખ લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે, જેમાં ગુજરાતમાં 4 લાખ 31 હજાર વોરિયર્સને રસી આપવામાં આવશે, ત્યાર બાદ સામાન્ય જનતાને રસી આપવામાં આવશે. 

પીએમ મોદીએ રસીકરણની શરૂઆતમાં ભાવુક થઇ ગયા હતા કહ્યું કે દેશભરમાં અનેક લોકો કોરોનાથી મોતને ભેટ્યા છે જે દુખદ છે, મોદીએ તેમને યાદ કર્યા હતા. તેમને કોરોના ફાઇટર ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને પોલીસકર્મીઓને યાદ કરીને તેમનો આભાર માન્યો છે. મોદીએ રસીકરણને લઇને કહ્યું કે ભારતમાં આ સૌથી મોટું અભિયાન છે કરોડો લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. જેથી તમારે પણ રસી લેવાની છે, બીજા તબક્કામાં દેશભરમાં 30 કરોડ લોકોને રસી આપવાની તૈયારીઓ થઇ રહી છે, જે વિશ્વમાં સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch