Sat,27 April 2024,1:05 am
Print
header

Corona Virus: ડેલ્ટાથી વધારે ખતરનાક છે આ વેરિયંટ, 30 દેશોમાં થઈ પુષ્ટિ

લંડનઃ કોરોના વાયરસના ડેલ્ટા વેરિયંટે વિશ્વમાં ચિંતા વધારી છે ત્યાં હવે લેમ્બડા વેરિયંટને સૌથી વધારે ખતરનાક ગણવામાં આવી રહ્યો છે. મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વેરિયંટને ચિંતાજનક શ્રેણીમાં રાખ્યો છે. મંત્રાલયના એક અધિકારીએ  જણાવ્યું કે અત્યાર સુધીમાં 30થી વધારે દેશોમાં આ વેરિયંટના કેસ જોવા મળ્યાં છે. મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ લેમ્બડા સ્ટ્રેનનો સૌથી પહેલો કેસ પેરુમાં મળ્યો હતો જે વિશ્વનો સૌથી વધુ મૃત્યુદર ધરાવતો દેશ છે.

બ્રિટનમાં પણ લેમ્બડા વેરિયંટના કેટલાક કેસ સામે આવ્યાં હતા. કેટલાક દેશોના અધિકારી આ વેરિયંટને વધારે સંક્રમક ગણાવી રહ્યાં છે અમેરિરાના સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાં મુજબ પેરુમાં મે અને જૂન દરમિયાન કોરોના વાયરસના નોંધાયેલા કેસમાંથી 82 ટકા કેસ લેમ્બડા વેરિયંટના હતા. ચિલીમાં પણ મે અને જૂનમાં કુલ મામલાના 31 ટકા મામલા લેમ્બડા વેરિયંટના હતા.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પહેલા જ લેમ્બડા વેરિયંટને દક્ષિણ અમેરિકામાં વેરિંયટ ઓફ કંસર્ન જાહેર કર્યો છે આ સંસ્થાના કહેવા મુજબ લેમ્બડા વેરિયંટ વધારે આક્રમક છે એન્ટીબોડી પર ઝડપથી હુમલો કરે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ મુજબ બ્રિટનમાં લેમ્બડા વેરિયંટના કુલ 6 કેસ સામે આવ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch