Sat,27 April 2024,3:26 am
Print
header

હજારો લોકોનો જીવ ખતરામાં મુક્યો, હવે તબ્લિક જમાતના લોકો કોરોના ફાઇટર્સ પર થૂંકી રહ્યાં છે

નવી દિલ્હીઃ નિઝામુદ્દીનના ધાર્મિક કાર્યક્રમમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરાયું, પછી 2000 જેટલા લોકો અહીથી નીકળીને દેશના 20 જેટલા રાજ્યોમાં ગયા, તેમાંથી અનેક લોકો કોરોના પોઝિટિવ આવ્યાં, અંદાજે 10 લોકોનાં મોત પણ થઇ ગયા છે, પોલીસ અને આરોગ્ય વિભાગે 2000 લોકોને કવોરોન્ટાઇન કર્યા છે, દિલ્હીમાં પણ અનેક જગ્યાઓએ કાર્યક્રમમાં ગયેલા લોકોનો ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા તબ્લિક જમાતના મૌલાના પર કેસ દાખલ કરાયો છે, તેમની શોધખોળ થઇ રહી છે, બીજી તરફ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા કેટલાક લોકો દ્વારા મેડિકલ સ્ટાફની હેરાનગતિ કરાઇ રહી છે, ઉત્તર રેલવેના પીઆરઓ દીપકકુમારે આ વાત જણાવી છે, કહ્યું કે તુઘલકાબાદના ક્વોરોન્ટાઈન સેન્ટરમાં આ લોકો મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો પર થૂંકી રહ્યાં છે, અને જુદી જુદી માંગણીઓ કરીને તેમને હેરાન કરી રહ્યાં છે.

દિલ્હીમાં 32 કોરોના પોઝિટિવ લોકોમાંથી 29 લોકો તબ્લિક જમાત મરકઝમાં ગયા હતા, તેમને કારણે હવે હજારો લોકોનો જીવ ખતરામાં છે. તેમના પરિવારોનો જીવ પણ ખતરામાં છે, અહી રોકાયેલા 300 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, અનેક મૌલાના ધર્મગુરૂઓએ તબ્લિક જમાતની આ બેદરકારીનો વિરોધ કરીને કાર્યવાહીની માંગ કરી છે. કારણ કે અહી હજારો લોકોની જિંદગીનો સવાલ છે, મેડિકલ સ્ટાફ દ્વારા આ મુશ્કેલ ઘડીમાં લોકોને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, તેમના પર થૂંકીને તેમને ચેપગ્રસ્ત કરવાનો પ્રયાસ કરવો, હેરાન કરવા અને અપશબ્દો બોલવા તે કેટલું યોગ્ય છે ? ક્વોરોન્ટાઇન થયેલા દરેક સમાજના વ્યક્તિએ એ સમજવું જરૂરી છે કે મેડિકલ સ્ટાફ કોરોના ફાઇટર્સ છે, તેઓ દરેક દર્દીઓનો જીવ બચાવવા લડી રહ્યાં છે અને તેમને સહયોગ કરવાની જગ્યાએ અપમાનીત કરવું અયોગ્ય છે, આ મુશ્કેલ ઘડીમાં કોરોના સામે એક થઇને લડવાની જરૂર છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch