Fri,26 April 2024,11:21 pm
Print
header

શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થામાં પુરૂષોતમપ્રિયદાસજીનાં અનુગામી તરીકે જીતેન્દ્રિયપ્રિયદાસજીની પંસદગી

પુરૂષોતમપ્રિયદાસજીની હાલ કોરોનાને કારણે નાદુરસ્ત સ્થિતિઃ  સંતપાર્સદ મંડળના બંધારણ હેઠળ લેવાયો નિર્ણય

અમદાવાદઃ મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાના વડા પુરુષોતમપ્રિયદાસજીને કોવિડ-19ની અસર થતા તેમની સ્થિતિ અંત્યત નાજુક છે ત્યારે હરિભકતો સંતો દ્વારા તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.તેમની સ્થિતિને ધ્યાનમાં લઇને સ્વામીનારાયણ ગાદી સંસ્થા દ્વારા એક મહત્વનો નિર્ણય લઇને તેમના અનુગામી તરીકે જીતેન્દ્રિયપ્રિયદાસજીની પસંદગી કરવામાં આવી છે. સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે કે મુક્તજીવન સ્વામી બાપાએ મનુષ્ય લીલા સંકેલી તે પહેલા જ પોતાના અનુગામી તરીકે આચાર્ય શ્રીપુરુષોતમપ્રિયદાસજીની નિમણૂંક સ્વહસ્ત લિખિત કાગળમાં કરી હતી.  

પરંતુ, પુરુષોતમપ્રિયદાસજીએ હજુ સુધી તેમના અનુગામી તરીકે કોઇની નિમણૂંક નથી કરી ત્યારે હાલ તેમની તબિયત નાદુરસ્ત છે તેવામાં મુક્તજીવન સ્વામીએ આ સ્થિતિમાં અનુગામી પસંદ કરવાની પ્રક્રિયા વિશે સંત પાર્શદ બંધારણ મંડળમાં જણાવી છે. જેને ધ્યાનમાં લઇને તમામ સદગુર સંતો, વરિષ્ઠ સંતોની હાજરીમાં  જીતેન્દ્રિયપ્રિયદાસજીને પુરુષોતમ પ્રિયદાસજીના અનુગામી તરીકે  પસંદગી કરવામાં આવી છે અને પુરુષોતમ પ્રિયદાસજીની જ્યાં સુધી તબિયત સારી ન થાય ત્યાં સુધી સંસ્થાની કામગીરી જીતેન્દ્રિયપ્રિયદાસજીના માર્ગદર્શન હેઠળ ચાલશે અને તે પુરુષોતમપ્રિયદાસજીના અનુગામી રહેશે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar