Sat,27 April 2024,8:11 am
Print
header

નેશનલ હેરાલ્ડ કેસઃ યંગ ઇન્ડિયાની ઓફિસ સીલ, સોનિયા ગાંધી અને રાહુલના ઘર પર વધારાઇ સુરક્ષા - Gujarat Post

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે યંગ ઇન્ડિયન લિમિટેડની ઓફિસને સીલ કરી દીધી છે. નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીની પૂર્વ મંજૂરી વિના પરિસર ન ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથની બહાર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યંગ ઇન્ડિયા લિમિટેડે એસોસિયેટ જર્નલ્સ લિમિટેડને હસ્તગત કરી છે, જે નેશનલ હેરાલ્ડનું સંચાલન કરે છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું છે કે, સરકારની આ કાર્યવાહી અયોગ્ય છે, તેમની ઇડીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે. 

EDએ ગઈકાલે નેશનલ હેરાલ્ડ હાઉસ સહિત 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કર્યાંના દિવસો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સોનિયા ગાંધીની પૂછપરછના ત્રણ રાઉન્ડ પહેલા રાહુલ ગાંધીની ED દ્વારા કલાકો સુધી પૂછપરછ કરાઇ હતી. દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમના નિવેદનો નોંધવામાં આવ્યાં હતા.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા સ્થાપિત નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવતી કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ના યંગ ઈન્ડિયનના સંપાદન સંબંધિત "નેશનલ હેરાલ્ડ કેસ" માં ED દ્વારા ગાંધી પરિવારની પૂછપરછ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કહેવું છે કે યંગ ઈન્ડિયને AJLની ₹800 કરોડથી વધુની સંપત્તિઓ ખતમ કરી નાખી છે.આવકવેરા વિભાગના જણાવ્યાં અનુસાર, તેને યંગ ઈન્ડિયનના શેરધારકો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મિલકત તરીકે ગણવામાં આવે, જેના માટે તેઓએ ટેક્સ ચૂકવવો જોઈએ. સોનિયા અને રાહુલ ગાંધી યંગ ઈન્ડિયનના પ્રમોટર્સ અને બહુમતી શેરધારકોમાં સામેલ છે. તેમના પુત્રની જેમ કોંગ્રેસ અધ્યક્ષા પણ 38 ટકા હિસ્સો ધરાવે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch