Sat,27 April 2024,9:51 am
Print
header

કોંગ્રેસના મુસ્લિમ MLA ગ્યાસુદ્દીન શેખની વખાણવા લાયક કામગીરી, કોરોનાને લઇને યોગીજી મહારાજ હોસ્પિટલમાં આપ્યાં રૂ.50 લાખ

અમદાવાદઃ કોરોનાની ભયાનક સ્થિતીમાં રાજનીતિના બે ચહેરા જોવા મળી રહ્યાં છે ભાજપના નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાયફા કરીને લોકોના જીવ જોખમમાં મુકી દીધા, બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો હવે સેવા કાર્યોમાં લાગી ગયા છે. શાહપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ હવે કોરોનાના દર્દીઓની વ્હારે આવ્યાં છે, તેમને બીએપીએસ સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિટલમાં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે જેનો ઉપયોગ કોરોનાના દર્દીઓ માટે કરાશે.

આ મુસ્લિમ ધારાસભ્યની ગ્રાન્ટની રકમમાંથી 4 વેન્ટીલેટર્સ, બાયપેપ મશીન, મલ્ટી પારા મોનીટર્સ અને ડાયાલીસીસ મશીન લવાશે. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ દ્વારા કોવિડ-19ના દર્દીઓની સેવા કરવામાં આવે છે અને અહી મશીનની જરૂરિયાત હોવાથી તે ગ્રાંટનો ઉપયોગ આ હોસ્પિટલમાં કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે પહેલા પ્રમુખ સ્વામી મહારાજ અને હવે મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનમાં બીએપીએસ મુશ્કેલીના સમયે ખુબ સારી કામગીરી કરે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar