Sat,27 April 2024,10:35 am
Print
header

ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરીને તમાશા કર્યાં, સામે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઇન્જેક્શન માટે રૂ.10 લાખ ફાળવ્યાં

આણંદઃ કોરોનાની મહામારીમાં લોકોની મદદ કરવાની જગ્યાએ ભાજપના નેતાઓ તમાશા જ કરી રહ્યાં છે પંચમહાલના ઘોઘંબામાં ભાજપ નેતા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છેલુ રાઠવાએ પોતાના પુત્રના લગ્નમાં ભીડ ભેગી કરીને કોરોનાનું સંક્રમણ થાય તેવી સ્થિતી ઉભી કરી છે જેમાં વરરાજા સહિત 10 સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે બીજી તરફ આંકલવાના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કોરોનામાં અપાતા ઇન્જેક્શન માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને સમાજસેવાનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

ભાજપના નેતાઓ માત્ર તાયફા કરી રહ્યાં છે અને કોંગ્રેસના નેતાઓ હવે સેવાભાવી પ્રવૃતિઓમાં જોડાઇ રહ્યાં છે. અમિત ચાવડાએ પોતાના મતવિસ્તાર આંકલાવમાં રેમડેસિવિર ઈન્જેકશન માટે 10 લાખ રૂપિયા ફાળવવા જિલ્લા આયોજન પંચને પત્ર લખીને તાત્કાલિક અમલ કરવા કહ્યું છે. ત્યારે ભાજપના નેતાઓ પણ આવી નાગરિકોને લગતી સેવાલક્ષી પ્રવૃતિમાં જોડાય તે જરૂરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar