Sun,28 April 2024,9:59 am
Print
header

મધ્ય પ્રદેશમાં મોટા બળવાની તૈયારીઓ ! કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈ શકે છે

મધ્યપ્રદેશઃ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસને સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલનાથ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કમલનાથ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. નકુલનાથે તેમના પૂર્વ બાયોમાંથી કોંગ્રેસનું નામ હટાવી દીધું છે, જેનાથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો વધુ મજબૂત થઈ રહી છે.

નજર છિંદવાડા પર છે

સૂત્રોનાં જણાવ્યાં અનુસાર કમલનાથ પોતાના પુત્ર નકુલનાથના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત છે. ગઇ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મધ્ય પ્રદેશમાં માત્ર એક જ બેઠક મળી હતી જે કમલનાથના ગઢ છિંદવાડામાંથી હતી, જ્યાં તેમના પુત્ર નકુલનાથે સખત સંઘર્ષ બાદ જીત મેળવી હતી.  જ્યારે ભાજપે છિંદવાડાને તેની નબળી યાદીમાં રાખ્યું છે અને છેલ્લા 3 વર્ષમાં ભાજપે ત્યાં ખૂબ મહેનત કરી છે.

શુક્રવારે આ ભાષણ આપ્યું હતું

ગઈકાલે જ છિંદવાડામાં ભાષણ આપતા કમલનાથે કહ્યું હતું કે, મને 42 વર્ષ પહેલાનો સમય યાદ છે. જ્યારે હું જીપમાં પ્રવાસ કરતો હતો. અહીં બેઠેલા વૃદ્ધો અને યુવાનોને ખબર જ નથી કે અહીં ક્યારે રસ્તા ન હતા. કોઈ સુવિધા ન હતી. અઢી કલાક ચાલવું પડતું હતું. લોકોને દુનિયાની કોઈ પરવા ન હતી. માત્ર કંઇ લેવા માટે જ બહાર આવતા હતા, મર્યાદિત કપડાં પહેરતા હતા. આજે ત્યાંના બાળકો જીન્સ અને ટી-શર્ટ પહેરે છે. આ પરિવર્તન આજે થયું છે. ધીમે ધીમે અમે આગળ વધ્યાં છીએ.

કમલનાથે કહ્યું, 'છિંદવાડાની કોઈ ઓળખ ન હતી. ભોપાલમાં જો આપણે કહેતા કે અમે છિંદવાડાના છીએ તો તેઓ કહેશે ક્યા છિંદવાડાના ? હવે તમે છાતી ઠોકીને કહી શકો છો કે તમે છિંદવાડા જિલ્લાના છો. તેમ છતાં આગળનો રસ્તો ઘણો લાંબો છે અને મને સૌથી વધુ ચિંતા યુવાનોની છે. સત્યને સમર્થન આપો. જો તમે સત્યનો સાથ આપશો તો જ તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે. મારો જૂનો સંબંધ છે, અહીં આવીને મને મારી યુવાની યાદ આવે છે અને હું કેવી રીતે ફરતો હતો.

ભાજપના નેતાની પોસ્ટ આવી સામે

મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તા અને કમલનાથના પૂર્વ મીડિયા સલાહકાર નરેન્દ્ર સલુજાએ કમલનાથ-નકુલનાથનો ફોટો પોસ્ટ કરીને 'જય શ્રી રામ' લખ્યું, ત્યાર બાદ અટકળોનું બજાર ગરમ છે કે કમલનાથ કે નકુલનાથ ભાજપમાં જઈ રહ્યાં છે. જો કે, કમલનાથ કે નકુલનાથ તરફથી તેમની વિદાય અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

પાર્ટીમાં જોડાવા માટે બંધાયેલા નથી

થોડા દિવસો પહેલા કમલનાથને પૂછવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ભાજપમાં જોડાઈ શકે છે ? કમલનાથે કહ્યું કે, દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, જ્યારે તેમની પાર્ટી બદલવાની અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું, ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, હું તેમના વિશે શું બોલું ?

નોંધનીય છે કે કમલનાથે છિંદવાડાથી 9 વખત લોકસભા ચૂંટણી જીતી છે. તેઓ છેલ્લા બે વખતથી છિંદવાડાથી ધારાસભ્ય છે. તેમનો પુત્ર નકુલનાથ હાલમાં છિંદવાડાથી સાંસદ છે. કમલનાથ ડિસેમ્બર 2018 થી માર્ચ 2020 વચ્ચે મુખ્યમંત્રી હતા. તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે. પરંતુ હાલમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ તેમની સામે કોંગ્રેસમાં જ અનેક આક્ષેપો થયા હતા અને હવે તેઓ કેસરિયો ધારણ કરી શકે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch