Sat,27 April 2024,3:02 am
Print
header

મોઢવાડિયા સામે રૂ.10 કરોડનો દાવો કરીને પાટીલ બતાવશે પાવર ! કહ્યું હતુ ભાઉ દારૂની ગાડીઓનું કરતા હતા પાયલોટિંગ

ગાંધીનગરઃ ગુજરાતમાં 8 વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારમાં હવે નેતાઓ ઉગ્ર બની રહ્યાં છે, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે, તેમને કહ્યું હતુ કે વર્ષો પહેલા પાટીલ દારૂની ગાડીઓનું પાયલોટિંગ કરતા હતા બાદમાં પોલીસમાંથી ભાઉને હાંકી કાઢવામાં આવ્યાં હતા. તેમના પર 107 જેટલા ગુના પણ નોંધાયા છે. 

મોઢવાડિયાના નિવેદન પર સી.આર.પાટીલ રોષે ભરાયા છે, તેમને કહ્યું છે કે મોઢવાડિયા કોંગ્રેસના મોટા જૂથવાડિયા છે. સુપ્રીમ કોર્ટે જે સાંસદો અને ધારાસભ્યો પર કેસ ચાલતા હોય તેમનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમા મારૂં નામ જ નથી મારા પર લગાડેલા આક્ષેપો ખોટા છે.મારા પરના 101 કેસમાં મને જામીન મળેલા છે અને એ સિવિલ મેટર છે, મારા પર કોઇ ક્રિમિનલ કેસ નથી. ચૂંટણીમાં કોંગ્રેસ હારે છે એટલા માટે આવા તુક્કા ઉભા કરાઇ રહ્યાં છે. 

સીઆર પાટીલે જણાવ્યું છે કે હું અર્જુન મોઢવાડિયા પર 10 કરોડો રૂપિયાનો માનહાનિનો દાવો કરવાનો છું, મારા વકીલ સાથે વાત પણ કરી લીધી છે. મારી છબીને ખોટી રીતે રજૂ કરીને મને હાનિ પહોંચાડનાર સામે હું કાર્યવાહી કરવાનો છું. ત્યારે જોવું રહ્યું કે ખરેખર પાટીલ પાવર દેખાડશે કે પછી માત્ર વાતો કરીને પાછા બેસી જશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar