Sat,27 April 2024,5:22 am
Print
header

ચીનનો ભારત પર ખતરો હોવાથી અમારી સેના યુરોપથી હટાવીએ છીએઃ અમેરિકા

અમેરિકા એશિયામાં 9,500 સૈનિકો તૈનાત કરશે

વોશિંગ્ટનઃ લદ્દાખ સરહદે ચીન અને ભારત વચ્ચે તનાવની સ્થિતી છે, ગલવાન ખીણમાં બંને દેશોએ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે, ચીને કેટલીક જગ્યાએ પીછેહઠ કરી છે અને કેટલીક જગ્યાએ સૈનિકોની સંખ્યા વધારીને યુદ્ધ સામગ્રી સરહદ પર લાદી દીધી છે, આ સ્થિતીમાં અમેરિકાના વિદેશમંત્રી માઇકલ પોમ્પિયોએ મોટું નિવેદન આપ્યું છે, તેમને કહ્યું છે કે ભારત પર ચીનનો ખતરો છે, તંગ સ્થિતીને કારણે તેઓ યુરોપમાંથી તેમની સેના હટાવી રહ્યાં છે, અને એશિયામાં 9,500 સૈનિકો તૈનાત કરશે, હાલમાં જર્મનીમાં અમેરિકાના 52 હજાર અમેરિકી સૈનિકો છે, જ્યાંથી 9,500 સૈનિકો એશિયામાં આવશે. કારણ કે સમય આવે તો ચીનને જવાબ આપી શકાય, તેમને એક રીતે ભારતની પક્ષમાં આ નિવેદન આપ્યું છે.

પોમ્પિયોએ કહ્યું કે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પર પણ ચીનનો ખતરો વધી રહ્યો છે. ભારત ઉપરાંત વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને દક્ષિણ ચાઇના સમુદ્રમાં પણ ખતરો વધી રહ્યો છે. આ સ્થિતી પર અમેરિકા નજર રાખી રહ્યું છે. ચીનના ઉગ્ર વલણ સામે યુરોપીન યુનિયનમાં પણ અમેરિકા ચર્ચા કરશે, અમેરિકાએ એવા પણ આરોપ લગાવ્યાં છે કે ચીનની આર્મી દેશમાં પણ લોકોને દબાવી રહી છે અને ચીન મજૂરોનું શોષણ કરી રહ્યું છે, દુનિયામાં કોરોના વાઇરસ ફેલાવનારા ચીન સામે અગાઉથી જ અમેરિકા નારાજ છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch