Sat,27 April 2024,8:42 am
Print
header

China Corona Cases: શાંઘાઈમાં સંક્રમણથી વધુ 7 દર્દીઓનાં મોત, હજારો નવા કેસ આવ્યાં સામે- Gujarat Post

(ફાઈલ તસવીર)

શાંઘાઈમાં કોરોના મચાવી રહ્યો છે કહેર

1 માર્ચથી ચીનમાં કોવિડ-19ના 3.72 લાખ કેસની પુષ્ટિ થઈ

શાંઘાઈ સરકારે શહેરમાં ઉત્પાદન એકમો ફરી શરૂ કરવા માટે ઔદ્યોગિક સાહસો માટે નવી COVID-19 માર્ગદર્શિકા જારી કરી 

શાંઘાઈઃ ચીનની આર્થિક રાજધાની અને કરોડોની વસ્તી ધરાવતા શાંઘાઈ શહેરમાં કોરોનાને કારણે વધુ 7 દર્દીઓના મોત થઇ ગયા છે. કોરોનાની આ નવી લહેરમાં શાંઘાઈમાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોનાં મોત થયા છે. અહીં કડક લોકડાઉન હોવા છતાં કોરોનાનું ઓમિક્રોન સ્વરૂપ તબાહી મચાવી રહ્યું છે. અન્ય રોગોથી પીડિત ત્રણ મૃતકોની ઉંમર 89 વર્ષથી 91 વર્ષ સુધીની નોંધવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્રણેય મૃતકોએ રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. શાંઘાઈમાં એક દિવસમાં 22 હજારથી વધુ કેસ નોંધાયા છે. હોંગકોંગથી પ્રકાશિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, 1 માર્ચથી ચીનમાં કોવિડ-19ના 3.72 લાખ કેસની પુષ્ટિ થઈ છે. છેલ્લા 24 કલાકમાં શાંઘાઈમાં 2,417 નવા કેસ નોંધાયા છે. શાંઘાઈ સરકારે શહેરમાં ઉત્પાદન એકમો ફરી શરૂ કરવા માટે ઔદ્યોગિક સાહસો માટે નવી COVID-19 માર્ગદર્શિકા જારી કરી છે. અહીં ત્રણ વખત લોકોની તપાસ પણ કરવામાં આવી છે.

આઇસોલેશન કેન્દ્રોમાં રહેતા લોકો અહીં ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બોબી નામની મહિલા સહિત કેટલાક લોકોએ અનુભવ શેર કરતા કહ્યું કે તેઓને એક ઉંચી છતવાળા કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા,જેમાં હજારો લોકો એક છત નીચે છે. અહીં 24 કલાક લાઇટ ચાલુ રહે છે અને ન્હાવા માટે ગરમ પાણી પણ મળતું નથી. આ કેન્દ્રમાં ન તો સ્વચ્છતા છે કે ન તો પ્રાથમિક સુવિધાઓ છે.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch