Sat,27 April 2024,6:28 am
Print
header

ઓસ્ટ્રેલિયાની શરાબ પર ચીને લગાવી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી, મામલો પહોંચ્યો WTOમાં

સિડનીઃ ચીન સાથે છેડાયેલા વ્યાપાર વિવાદથી ઓસ્ટ્રેલિયાનો શરાબ ઉદ્યોગ પરેશાનીમાં મૂકાઈ ગયો છે. એએફપીના ટ્વીટ મુજબ ચીને ઓસ્ટ્રેલિયાન વાઇન પર લગાલેવી એન્ટી ડમ્પિંગ ડ્યૂટીને કારણે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ફરિયાદ કરી છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં નિકાસ ન થવાના કારણે ઓસ્ટ્રેલિયાના અનેક શહેરોમાં વાઇનની બોટલોનો સ્ટોક રાખવાની જગ્યા નથી. મોટાભાગના ગોડાઉન ફૂલ થઈ ગયા છે.

ઓસ્ટ્રેલિયામાં વાઇન કારોબાર સાથે જોડાયેલા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જાણકારોના કહેવા મુજબ ઓસ્ટ્રેલિયામાં અનેક લોકોએ ચીનના બજારને ધ્યાનમાં રાખીને આ કારોબારમાં મોટું રોકાણ કર્યુ હતું. પરંતુ નિકાસ બંધ થવાથી હાલ નુકસાન થઈ રહ્યું છે ડિસેમ્બર 2020થી ઓસ્ટ્રેલિયાથી ચીનમાં વાઈનની કોઈ નિકાસ થઈ નથી.  

વાઈન ઓસ્ટ્રેલિયા મુજબ 2020માં ચીનમાંથી થતી વાઇન નિકાસમાં 14 ટકાનો ઘટાડો થયો છે. ચીન સાથે વણસેલા સંબંધની અસર માત્ર વાઇન ઉદ્યોગ પર નહીં પણ તમામ વસ્તુઓની નિકાસ પર પડી રહી છે. તેમાં બીફ અને ટીંબર પણ સામેલ છે. નજીકના ભવિષ્યમાં કોઇ સુધારો થાય તેવા હાલ કોણ અણસાર નથી, ચીનમાં સૌથી વધુ વાઇન આયત ફ્રાંસથી થાય છે, ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. ચીનમાં વાઇન કારોબાર સાથે સંકળાયેલા ઝેંગ લીના કહેવા મુજબ ઓસ્ટ્રેલિયન વાઇનની માંગ વધવાનું કારણે અન્ય દેશમાંથી આવતી વાઇન કરતાં શ્રેષ્ઠ અને સસ્તી છે ઓસ્ટ્રેલિયન વાઇનમાં આલ્કોહોલની માત્રા વધારે હોય છે, જે ચીનના લોકોને પસંદ છે ઉપરાંત ઓસ્ટ્રેલિયન વાઇનના લેબલ્સ સમજવા પણ ચીનના લોકો માટે સરળ છે. જાણકારોના કહેવા મુજબ ચીનમાં ઓસ્ટ્રેલિયન વાઇનની લોકપ્રિયતા વધવા પાછળનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાએ વર્ષો સુધી ચીનમાં મધ્યમવર્ગના લોકોને ધ્યાનમાં રાખીને વિજ્ઞાપન અભિયાન ચલાવ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch