Tue,07 May 2024,2:58 am
Print
header

આઇટી રેડમાં ડાયમંડ જડિત મોંઘીદાટ ઘડિયાળો, કરોડો રૂપિયાની જ્વેલરી, રોકડ રકમ જપ્ત કરાઇ

આવકવેરા વિભાગે કાનપુરમાં તમાકુના વેપારીના પરિષરમાં ત્રીજા દિવસે દરોડાની કામગીરી કરી

કંપનીના માલિક કે.કે.મિશ્રા પાસે મળી બેનામી સંપત્તિ 

ડાયમંડ જડિત મોંઘી ઘડિયાળો અને કરોડો રૂપિયાની જ્વેલરી જપ્ત

કાનપુરઃ  આવકવેરા વિભાગના અધિકારીઓએ તમાકુના વેપારીના ઘરે અને તેમની કંપનીના પરિષરમાં દરોડા દરમિયાન 4.50 કરોડ રૂપિયાની રોકડ અને 3 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરી છે. ત્રીજા દિવસે પણ રેડની કામગીરી ચાલુ છે.

શુક્રવારે કાનપુર સ્થિત બંસીધર ટોબેકો પ્રાઈવેટ લિમિટેડના માલિક કેકે મિશ્રાના દિલ્હી નિવાસસ્થાનેથી પણ ઘરેણાં અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગને ઘરેથી 60 કરોડ રૂપિયાની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમ સહિત અનેક લક્ઝરી કાર મળી હતી.

આ દરમિયાન રૂ. 2.50 કરોડની કિંમતની હીરા જડેલી એક સહિત કુલ પાંચ ઘડિયાળો મળી આવી હતી, તેની ચોક્કસ કિંમત નક્કી કરવા માટે મૂલ્યાંકન ચાલી રહ્યું છે. લક્ઝરી વાહનોની ખરીદી અને આટલા પૈસા કેવી રીતે કમાયા છે તે અંગે તપાસ ચાલી રહી છે.

વિભાગની એક ટીમ હાલમાં મિશ્રાની પૂછપરછ કરી રહી છે, પરંતુ તે તબિયત ખરાબ હોવાનું કહીને પ્રશ્નોના જવાબ આપવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. આઇટીની ટીમે કાનપુર, દિલ્હી, મુંબઇ અને ગુજરાતના ઉંઝામાં દરોડાની કામગીરી કરી છે.

કંપનીએ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરીને આ કાળું નાણું ભેગું કર્યું છે, જેમાં હવે જીએસટી વિભાગ પણ તપાસમાં જોડાશે, આ ઉપરાંત કંપનીના વિદેશી આર્થિક વ્યવહારોની પણ તપાસ થઇ રહી છે.

આ કંપનીનું ટર્નઓવર 25 કરોડ બતાવ્યું હતુ, પરંતુ આઇટીને આશંકા હતી કે ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી વધારે છે.જેથી આ દરોડા કરાયા છે. તેમને આટલી બધી લક્ઝરી કાર, મોંઘીદાટ ઘડિયાળો અને સંંપત્તિ ખરીદી છે, તેની ઉંડી તપાસ થઇ રહી છે.

બંસીધર ટોબેકો પ્રાઈવેટ લિમિટેડ પર દરોડા ગુરુવારે સાંજે શરૂ થયા હતા, જ્યારે ગુજરાત, દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં કંપની સાથે જોડાયેલા વેપારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.

શુક્રવારે આવકવેરા વિભાગે કંપનીના પરિષરમાંથી રૂ. 4.50 કરોડની રોકડ જપ્ત કરી હતી, મિશ્રાના દિલ્હીના નિવાસસ્થાનેથી વૈભવી કારો મળી આવી હતી. બંસીધર ટોબેકો પ્રાઈવેટ લિમિટેડ પાસેથી કાચો માલ ખરીદનાર બીજી મોટી તમાકુ કંપની પર કાર્યવાહી કરાઇ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch