Sat,27 July 2024,10:10 am
Print
header

મોદીના ખાસ મિત્ર ભારત વિરોધી બની ગયા, જી-20 માં મહેમાનગતિ માનીને ગયેલા ટ્રુડોએ ભારતના રાજદ્રારીને હાંકી કાઢ્યાં

હાલમાં જ કેનેડિયન વડાપ્રધાને ભારતની મહેમાનગતિ માણી  હતી

મોદીના મિત્રએ ભારત સામે લગાવ્યાં આરોપ

કેનેડાઃ ભારત અને કેનેડા વચ્ચે અણબનાવ વધી રહ્યાં છે.કેનેડાએ ભારતના એક ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા છે.આ સમગ્ર મામલો શીખ નેતા હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસની તપાસ સાથે જોડાયેલો છે. કેનેડિયન સરકારનો આરોપ છે કે ભારતીય રાજદ્વારીઓ હત્યાની તપાસમાં દખલ કરી રહ્યાં હતા અને તે પણ ત્યારે કેનેડિયન એજન્સી આ કેસની તપાસ માટે પ્રતિબદ્ધ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનું ષડયંત્ર હોઈ શકે છે.

જાણો કોણ છે હરદીપ સિંહ નિજ્જર

આ વર્ષે જૂનમાં કેનેડાના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર પર કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. હુમલામાં તેનું મોત થયું હતું. ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.

કેનેડાના PMએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓ પાસે એવું માનવા માટેનું કારણ છે કે નિજ્જરની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી હતી. કેનેડિયન એજન્સીઓ નિજ્જરની હત્યામાં ભારતીય ષડયંત્રની શક્યતાની તપાસ કરી રહી છે. ટ્રુડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય છે.

PMએ સંસદમાં આ નિવેદન આપ્યું હતું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં જણાવ્યું હતું કે તેમણે નવી દિલ્હીમાં યોજાયેલી G- 20 સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. હત્યાકાંડની તપાસમાં ભારત સરકારની કોઈ પણ સંડોવણી અસ્વીકાર્ય હશે. મેં તેમને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી હતી. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા કરવામાં આવી છે. તેની તપાસમાં કોઈ પણ વિદેશી સરકારની સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેમની સરકાર પોતે કેનેડિયન એજન્સીઓ સાથે કામ કરી રહી છે. સરકાર અને એજન્સીઓ વચ્ચે સંકલન છે.

ટ્રુડોએ બાઇડેન સાથે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો

કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે કેનેડામાં ભારતીય અધિકારીને હાંકી કાઢવામાં આવ્યાં છે. જો આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. પીએમ ટ્રુડોએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લેન્કે કહ્યું કે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેનેડિયન સ્પાય સર્વિસના વડાએ તેમના ભારતીય સમકક્ષો સાથે આ અંગે વાત કરી છે. સંસદમાં કેનેડિયન પીએમના નિવેદન પર વિપક્ષી પાર્ટીના નેતા પિયરે પોલીવેરે કહ્યું કે જો તમારા આરોપો સાચા છે તો તે અમારી સંપ્રભુતાનું અપમાન છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch