Sat,27 April 2024,5:01 am
Print
header

કેનેડા ચૂંટણીઃ જસ્ટિન ટ્રૂડો છે સૌથી આગળ, જીતશે તો બીજી વખત બનશે પ્રધાનમંત્રી

ટોરન્ટોઃ કેનેડામાં 44મી સંસદની યોજાયેલી ચૂંટણીમાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોનું બધું જ દાવ પર લાગી ગયું છે. તેમની લોકપ્રિયતા પણ ઘટી છે. પરંતુ 49 વર્ષીય ટ્રૂડો આ ચૂંટણીમાં પણ પીએમ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચૂંટણી પરિણામના પ્રારંભિક વલણમાં તેમની લિબરલ પાર્ટી બહુમતથી આગળ ચાલી રહી છે.

જો આ વખતે તેઓ ચૂંટણી જીતશે તો બીજી વખત પીએમ બનશે. 2015થી ટ્રૂડો પીએમ પદ પર છે. આ વખતે નક્કી સમય મર્યાદાના બે વર્ષ વહેલી ચૂંટણી યોજાઈ હતી. ગત સપ્તાહે ચૂંટણી પ્રચાર દરમિયાન દેખાવકારોએ નાના પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના બની ત્યારે ટ્રૂડો ઓંટારિયાના લંડન શહેરમાંથી કાર્યક્રમ પૂરો કરીને બસમાં જઇ રહ્યાં હતા.જો કે તેમાં તેમને કોઈ ઈજા થઈ ન હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch