Sat,27 April 2024,6:32 pm
Print
header

દક્ષિણ આફ્રિકામાં એક બસ પુલ પરથી ખાઇમાં ખાબકી, 45 લોકોનાં મોત

કેપ ટાઉન: દક્ષિણ આફ્રિકામાં ગુરુવારે ઇસ્ટરની ઉજવણી માટે લોકોને લઈ જતી એક બસ પુલ પરથી નીચે ખાબકી હતી. બ્રિજ પરથી નીચે પડતા  બસમાં આગ લાગી હતી, જેના કારણે 45 લોકોનાં કરુણ મોત થયા હતા. આ બસ પડોશી દેશ બોત્સ્વાનાથી મોરિયા શહેર જઈ રહી હતી. દેશના ઉત્તરીય લિમ્પોપો પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં માત્ર 8 વર્ષનો બાળક બચી ગયો હતો અને તેની સારવાર કરવામાં આવી રહી છે.

બળી ગયેલી લાશોને ઓળખવી મુશ્કેલ

લિમ્પોપો પ્રાંતીય સરકારે જણાવ્યું કે બસ મમતકાલા બ્રિજની નીચે 164 ફૂટ ખાડીમાં પડી હતી અને આગ લાગી હતી. ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે, આ બસ પડોશી બોત્સ્વાનાથી મોરિયા શહેર જઇ રહી હતી. જે એક ઇસ્ટર તીર્થ સ્થળ છે. બસના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેનું પણ મોત થયું હતું.

ગયા વર્ષે 200 થી વધુ લોકોનાં મોત થયા હતા

પરિવહન પ્રધાન સિંદિસવે ચિકુંગા માર્ગ સલામતી અભિયાન માટે લિમ્પોપો પ્રાંતમાં હતા અને અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ચિકૂંગા પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાની સરકાર વારંવાર ઇસ્ટરની રજાઓ દરમિયાન માર્ગ અકસ્માતના જોખમ વિશે ચેતવણી આપે છે કારણ કે તે માર્ગ મુસાફરી માટે વ્યસ્ત અને જોખમી સમય છે. ગયા વર્ષે ઇસ્ટર સપ્તાહના અંતે 200 થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યું પામ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch