Fri,17 May 2024,5:51 pm
Print
header

બ્રાઝિલઃ 30 વર્ષીય સિંગરને સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે જ આવ્યો હાર્ટ એટેક

બ્રાઝિલઃ બ્રાઝિલના ગોસ્પેલ ગાયક પેડ્રો હેનરિકનું સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન મોત થઇ ગયું છે. 30 વર્ષીય પેડ્રો બુધવારે બ્રાઝિલમાં એક ધાર્મિક કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યાં હતા અને સિંગીગ વખતે જ નીચે ઢળી પડ્યાં હતા અને બેભાન થઈ ગયા હતા.

પરફોર્મન્સ દરમિયાન ગાયકનું મોત થયું

વીડિયોમાં તમે પેડ્રો હેનરીકને સ્ટેજની કિનારે ઉભા રહીને ગાતા જોઈ શકો છો. તે દર્શકો સાથે મસ્તી કરતા જોવા મળે છે. પેડ્રો વાઈ સેર તાઓ લિન્ડો નામનું ગીત ગાતા હતા. તે સફેદ પેન્ટ-સૂટ પહેરીને હાથ ફેલાવીને ઊભા હતા.ચાહકો પણ તેમના ગીત સાથે મેચ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તે થોડીવાર માટે અટકી ગયા હતા અને સંતુલન ગુમાવ્યું હતું. સ્ટેજ પર ઢળી પડતા બેભાન થઈ ગયા હતા. પેડ્રો હેનરીક સાથે ઊભેલો ગિટારવાદક તેમને જોતો જ રહી ગયો હતો

સ્ટેજ પર પડ્યાં પછી પેડ્રો હેનરીકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. સિંગરને હોસ્પિટલમાં હાજર તબીબે મૃત જાહેર કર્યાં હતા. સ્ટેજ પર પરફોર્મ કરવા જતા પહેલા તેમને મિત્રને કહ્યું હતું કે તે ખૂબ જ થાકી ગયો છે. સિંગરને હાર્ટ એટેક આવતા તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પાછળ 2 માસની પુત્રી છોડી ગયા

30 વર્ષીય પેડ્રો હેનરિક તેમના મૃત્યું પછી પત્ની સુઇલાન બેરેટો અને તેમની પુત્રી ઝોને પાછળ છોડી ગયા. સિંગરની દીકરીનો જન્મ 19 ઓક્ટોબરે થયો હતો. પેડ્રો હેનરિકે ત્રણ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. યુટ્યુબ પર ઘણા વીડિયો શેર કર્યાં પછી 2015માં તેમની પ્રોફેશનલ કરિયર શરૂ થઈ હતી. આ પછી તેમને સ્થાનિક બેન્ડમાં ભાગ લીધો હતો. 2019 સુધી બેન્ડ સાથે રહ્યાં પછી હેનરિકે તેમની સોલો કારકિર્દીની શરૂઆત કરી હતી. ગુરુવારે તે પોતાની યુટ્યુબ ચેનલ પર એક નવો પ્રોજેક્ટ રજૂ કરવા જઈ રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch