Sat,27 July 2024,8:42 pm
Print
header

દૂધીના રસમાં મધ મિક્સ કરીને પીવાથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં થશે ફાયદો, પ્લેટલેટ્સ વધારવા માટે કરો આ ઉપાય !

લોકોને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ખતરનાક તાવ થાય છે. જો તેમની સમયસર સારવાર કરવામાં ન આવે તો જે તે વ્યક્તિનું  મોત પણ થઈ શકે છે. WHO નો રિપોર્ટ કહે છે કે 44% દર્દીઓ ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમને કારણે મોતને ભેટે છે. હવે વિશ્વમાં ફરી એકવાર ડેન્ગ્યુના કેસો વધવા લાગ્યા છે. જ્યારે ડેન્ગ્યુના દર્દીના શરીરમાં પ્લેટલેટ્સ ઘટવા લાગે છે, ત્યારે સ્થિતિ ખતરનાક બનવા લાગે છે. તેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને મગજ પર અસર થાય છે. આવી સ્થિતિમાં પીડિત બ્રેઈન ડેડ પણ થઈ શકે છે.

ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધારવાનો પ્રયાસ કરો

પ્લેટલેટ્સ વધારવા માટે દૂધીના રસમાં મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. નાસ્તામાં તમે દાડમ અને અંજીર ખાઈ શકો છો. આ સિવાય વ્હીટગ્રાસ જ્યુસ, એલોવેરા જ્યુસ, ગીલોય જ્યુસ, પપૈયાના પાનનો રસ, કીવી અને કોળાના બીજ ખાવાથી પણ પ્લેટલેટ્સ વધે છે.

ડેન્ગ્યુ માટે અસરકારક ઉપાય

ડેન્ગ્યુના કિસ્સામાં પીડિત વ્યક્તિએ પુષ્કળ પાણી પીવું જોઈએ. દરરોજ એક કે બે નારિયેળ પાણી પીવો. તુલસીના પાનને ઉકાળો અને તેનું પાણી પીવો. પપૈયાના પાનનો રસ બનાવીને પીવાથી ફાયદો થશે.

મચ્છરોને કેવી રીતે ભગાડશો, કરો આ કુદરતી ઉપાયો

નીલગીરી-લીમડાનું તેલ મિક્સ કરીને લગાવો
રૂમમાં કપૂર સળગાવો
ઘરમાં લોબાન બાળો

માથાનો દુખાવો કેવી રીતે ટાળવો

શરીરમાં ગેસ બનવા ન દો
એસિડિટી નિયંત્રિત કરો
વ્હીટગ્રાસ એલોવેરા લો
શરીરમાં કફને સંતુલિત કરો

તાવ ઓછો કરવા શું કરવું

તાવ ઓછો કરવા માટે ગિલોયનો રસ પીવો
ઉલટી માટે દાડમનો રસ આપો

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar