Sat,04 May 2024,1:11 am
Print
header

આતંકવાદી કનેક્શન આવી શકે છે બહાર, બોગસ લાયસન્સ કૌભાંડમાં મોટા ઘટસ્ફોટની શક્યતા

બોગસ લાયસન્સ કેસના કૌભાંડનો રેલો આર્મી કેન્ટોનમેન્ટ સુધી પહોંચી શકે છે, હજુ પણ થશે મોટો ખુલાસો

અમદાવાદઃ બોગસ આરટીઓ લાઇસન્સ કૌભાંડમાં તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચને કેટલાંક મહત્વના પુરાવા મળ્યાં છે. જેમાં કૌભાંડનો રેલો આર્મી કેન્ટોનમેન્ટ સુધી પહોંચી શકે તેમ છે, ક્રાઇમ બ્રાંચને કેન્ટોનમેન્ટના કેટલાક શકમંદ કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણીની વિગતો મળી છે.જેને આધારે આગામી સમયમાં અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવશે.આ સાથે લાયસન્સ કૌભાંડમાં આતંકી કનેકશનના તાર પણ નીકળી શકે છે.

એટીએસ, એનઆઇએ જેવી એજન્સીઓ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી શકે છે

આ કૌભાંડની તપાસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે

જમ્મુ કાશ્મીરના સુરક્ષા દળોના બનાવટી દસ્તાવેજોને આધારે તેમના નામના બોગસ આર્મી કેન્ટીન કાર્ડ તૈયાર કરાવીને  ગાંધીનગર આરટીઓમાંથી મોટાપાયે ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યૂં કરાયા હતા. જે અંગે આર્મી ઇન્ટેલીજન્સના અધિકારીઓને બાતમી મળતા તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરીને માહિતી આપી હતી. જેને આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં ગાંધીનગર આરટીઓના બે એજન્ટ સંતોષ અને રાહુલને ઝડપી લેવામાં આવ્યાં હતા, તેમના ઘરે તપાસ કરતા 600 કરતા વધારે બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ અને આર્મી કેન્ટીન કાર્ડ મળી આવ્યાં હતા.

આ કૌભાંડમાં હજારો ડ્રાઇવીંગ લાયસન્સ જમ્મુ કાશ્મીરના યુવકોના નામે ઇસ્યું કરાયા હતા. ઉપરાંત આરટીઓ કચેરીના સ્ટાફ સાથે મળીને સંતોષ અને રાહુલ આ કૌભાંડ ચલાવતા હતા. જેથી ઓનલાઇન પ્રોસેસ કરીને લાયસન્સ ઇસ્યું થઇ જતા હતા. આ પ્રકરણમાં કાશ્મીરના નઝર અહેમદ ઉર્ફે નાસીરની ધરપકડ થવાની સાથે આરટીઓના બે કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયા હતા.

સમગ્ર કેસમાં પોલીસે ઝપાયેલા કાશ્મીરી યુવક અને તેની સાથેના યુવકોના મોબાઇલ લોકેશન તપાસ કરતા સૌથી મોટો ખુલાસો થયો છે. કારણ તે તેમના લોકેશન પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીરની આસપાસ મળ્યાં હતા. જેથી હવે આ કેસમાં આતંકી કનેકશનની શક્યતા સામે આવી છે. જેને આધારે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને એટીએસ તેમજ આર્મી ઇન્ટેલીજન્સના અધિકારીઓ પણ આર્મી કેન્ટોનમેન્ટમાં કેટલાંક શકમંદો અને કાશ્મીરી યુવકોની પૂછપરછ કરશે. જેથી આગામી સમયમાં તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch