Sat,04 May 2024,4:05 am
Print
header

બિપરજોય વાવાઝોડાં અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર કરી વાત, શક્ય તમામ મદદની આપી ખાતરી

ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે આવી રહ્યું છે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરતા પીએમ મોદીએ ગુજરાતમાં ચક્રવાત 'બિપરજોય' અંગેની વર્તમાન સ્થિતિ અને વહીવટીતંત્રની તૈયારીઓ વિશે પૂછપરછ કરી હતી. આપત્તિના સમયે ગુજરાતને સંપૂર્ણ મદદની ખાતરી આપવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

ચક્રવાતી વાવાઝોડું બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લાખો લોકો માટે ભયંકર બની શકે છે. ચક્રવાતને સંપૂર્ણ રીતે પહોંચવામાં હજુ વિલંબ છે, પરંતુ તેની અસર દેખાવાની શરૂ કરી દીધી છે. ભારે પવનને કારણે આ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ભૂજ શહેરમાં દિવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત થયા હતા. જ્યારે રાજકોટના જસદણ તાલુકામાં સ્કૂટર પર મોટું ઝાડ પડતાં પતિ સાથે પાછળની સીટ પર બેઠેલી મહિલાનું મોત થયું હતું.

15મી જૂને ગુજરાતમાં ગંભીર ચક્રવાતી તોફાન 'બિપરજોય' ત્રાટકવાની સંભાવના વચ્ચે રાજ્યમાં વિગતવાર સ્થળાંતર યોજના તૈયાર કરવામાં આવી છે અને વહીવટીતંત્રે 7,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. ભારતીય હવામાન વિભાગે (IMD) સોમવારે જણાવ્યું કે ચક્રવાત દરમિયાન ગુજરાતમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે બચાવ ટીમો ચક્રવાત બિપરજોયના માર્ગમાં સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોનું સુરક્ષિત સ્થળાંતર સુનિશ્ચિત કરી રહી છે.

એક ટ્વિટમાં, હવામાન વિભાગે જણાવ્યું કે ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય મંગળવારે બપોરે 02:30 કલાકે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં પોરબંદરથી લગભગ 290 કિમી દક્ષિણપશ્ચિમ અને જખૌ બંદરથી 360 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત થયું હતું. 15મી જૂનની સાંજ સુધીમાં આ ચક્રવાત જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરશે.

ચક્રવાતી તોફાન 'બિપરજોય'ને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો ગુજરાતના દરિયાકાંઠે પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

દિલ્હીમાં રેલવે બોર્ડના માહિતી અને પ્રકાશનના નિર્દેશક શિવાજી સુતારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને સક્રિય કરી દેવામાં આવ્યું છે અને ફિલ્ડ સ્ટાફને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે. ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યાં છે.વધારાના હેલ્પલાઈન નંબરો પણ સક્રિય કરવામાં આવ્યાં છે.

અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય હાલમાં પૂર્વ મધ્ય અરબી સમુદ્રની ખાડી પર છે અને ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 15મી જૂને ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે સૌરાષ્ટ્ર-કચ્છ અને તેની નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચે તેવી પ્રબળ સંભાવના છે. ત્યારપછી બિપરજોય ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધવાની અને ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે.

16 જૂને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં પ્રવેશતા બિપરજોય વાવાઝોડું નબળું પડવાની આશંકા છે. તેની અસરને કારણે જોધપુર અને ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં 15 જૂનની બપોર પછી જ વાવાઝોડા અને વરસાદની ગતિવિધિઓ શરૂ થવાની સંભાવના છે. 16 જૂને તેની અસરને કારણે જોધપુર, ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં પવનની ઝડપ 45 થી 55 કિમી થી 65 કિમી પ્રતિ કલાક નોંધાય તેવી શક્યતા છે. 17 જૂને પણ આ સિસ્ટમની અસર જોધપુર, ઉદેપુર અને અજમેર ડિવિઝન અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch