Sat,27 July 2024,4:18 pm
Print
header

આજે જાહેર થશે નાગાલેંડ, મેઘાલય અને ત્રિપુરાની ચૂંટણી તારીખ- Gujarat Post

નવી દિલ્હીઃ દેશના નવ રાજ્યોમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ આજે નાગાલેંડ, મેઘાલય અને ત્રિપુરામાં ચૂંટણીની તારીખ જાહેરાત કરશે. બપોરે 2:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. નાગાલેંડમાં 60 સીટો છે. 2018માં યોજાયેલી ચૂંટણીમાં NPF 26, NDPP 18 , BJP 12 સીટ જીત્યું હતું. મેઘાલયમાં પણ 60 સીટો છે. 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં NPP અને NDA ગઠબંધનને 20, કોંગ્રેસ અને ગઠબંધનને 21 સીટ મળી હતી. ત્રિપુરામાં 60 સીટ પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને ગઠબંધને 36 સીટ જીતી હતી.

હાલ ભાજપના નેતા માણિક સાહા ત્રિપુરાના મુખ્યમંત્રી છે, નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા નેફિયુ રિયો હાલ નાગાલેંડના મુખ્યમંત્રી છે, જ્યારે એનપીપીના કોનરાડ સંગમા મેઘાલયના મુખ્યમંત્રી છે. આ ત્રણ રાજ્યો સિવાય છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં પણ આ વર્ષે ચૂંટણી યોજાશે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch