Sat,27 April 2024,2:54 am
Print
header

શું ભાજપ બાદ આમ આદમી પાર્ટી પણ ધાનાણીના ગઢમાં ગાબડું પાડશે ? કેજરીવાલના ફોન બાદ શરૂ થઈ અટકળો

રાજુલાઃ અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષના ગુજરાત મુખ્યાલયનું ઉદઘાટન કર્યુ હતું. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. મોડી સાંજે કેજરીવાલે રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને આપમાં જોડાવાનું આમંત્રણ આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

અમરીશ ડેરે કેજરીવાલનો ફોન આવ્યો હોવાની વાતને સ્વીકારી હતી.જે બાદ તેમણે કહ્યું કે રાજુલા શહેરમા રેલવેની જમીન નગરપાલિકાને સોંપવા માટેનો વિવાદ ચાલી રહ્યો છે. જેની સામે હું ઉપવાસ કરી રહ્યો છું. આ સંદર્ભે તેમણે મારી સાથે વાત કરી હતી અને AAPમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.

કેજરીવાલે ગઈકાલે એવો આક્ષેપ કર્યો કે, ગુજરાતની દુર્દશા માટે ભાજપ-કોંગ્રેસ બંને  જવાબદાર છે છેલ્લાં 26 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે જે માટે કોંગ્રેસની ભુમિકા રહી છે બંને રાજકીય મિત્રો છે. કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે કેજરીવાલ એવી ટીકા કરી કે, કોરોનાકાળમાં ભાજપ અને કોંગ્રેસે લોકોને રીતસર તરછોડી દીધા હતા. દિલ્હી મોડલ નહીં,ગુજરાતની જનતા ખુદ ગુજરાતનુ મોડલ તૈયાર કરશે.કેજરીવાલે દેશની આઝાદી ઉપરાંત રજવાડાઓને એક કરવા માટે સરદાર પટેલના યોગદાનને યાદ કરી બિરદાવ્યા હતાં એક રીતે તેમને પાટીદારોને પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar