Wed,08 May 2024,6:42 am
Print
header

ઈન્ટરવ્યૂમાં ધર્મ સંસદ પર સવાલ પૂછતા ભડક્યા યુપીના નાયબ મુખ્યમંત્રી, માઇક ફેંક્યું અને..Gujarat post

ઉત્તરપ્રદેશઃ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ધર્મ સંસદ સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને ઈન્ટરવ્યૂંથી વચ્ચે જ ઊભા થઈને કહ્યું કે ધર્મ સંસદ ચૂંટણી મુદ્દો નથી,ધર્માચાર્યોને તેમના સ્ટેજ પરથી તેમની વાત કહેવાનો અધિકાર છે. ચેનલના ઈન્ટરવ્યૂંમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશ પ્રસાદ મૌર્યને હરિદ્વાર અને રાયપુરમાં કરવામાં આવેલી ધર્મ સંસદ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો જેથી ગુસ્સે થઇને તેમણે માઈક કાઢીને ફેંકી દીધું હતું. મૌર્યએ તેમના સુરક્ષાકર્મીને બોલાવીને ઈન્ટરવ્યૂંના ફૂટેજ પણ ડિલિટ કરાવ્યાં હતા, જો કે તેને છેલ્લે રિકવર કરી લેવામાં આવ્યાં હતા અને હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.

જે ધર્મ સંસદ વિશે સવાલ કરવામાં આવ્યો હતો તેમાં એકમાં મુસ્લિમો તો બીજામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યાં હતા અને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. મૌર્યએ પહેલાં એવું કહ્યું હતું કે ભાજપને કોઈપણ પ્રકારનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, તેઓ સૌના સાથ અને સૌના વિકાસની વાત કરે છે. ધર્મ સંસદ સાથે જોડાયેલા સવાલ વિશે મૌર્યએ કહ્યું કે ધર્માચાર્યોને તેમના સ્ટેજ પરથી તેમની વાત કહેવાનો અધિકાર છે. તમે માત્ર ધર્મ આચાર્યોની વાત કેમ કરો છે. અન્ય ધર્મો દ્વારા પણ કેવાં કેવાં નિવેદનો આપવામાં આવે છે તે વિશે પણ તમારે વાત કરવી જોઈએ.

શું ધર્મ સંસદ સાથે જોડાયેલા લોકો યુપી ચૂંટણી માટે વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ? આ સવાલના જવાબ વિશે મૌર્યએ કહ્યું કે એવું કોઈ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન નથી થતો. ધર્મ સંસદમાં કોઈના નરસંહારની વાત નથી કરાઈ અને આ મુદ્દો ચૂંટણી સાથે નથી જોડાયેલો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch