Sat,27 July 2024,2:59 pm
Print
header

પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, ભ્રષ્ટાચારના કેસમાં આંધ્રપ્રદેશ CIDની મોટી કાર્યવાહી

આંધ્રપ્રદેશઃ પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની રાજ્ય ગુનાહિત તપાસ વિભાગ (CID) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. TDPના વડા ચંદ્રબાબુ નાયડુની આજે સવારે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને મેડિકલ તપાસ માટે એરલિફ્ટ કરીને નંદ્યાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં હતા,પરંતુ તેમને ત્યાં જવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ કેમ્પમાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેઓને બાદમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

શનિવારે વહેલી સવારે વોરંટ સાથે સીઆઈડી આવી પહોંચી હતી

ચંદ્ર બાબુ નાયડુએ તેમની મુલાકાત દરમિયાન શુક્રવારે નંદ્યાલ જિલ્લાના બનાગનાપલ્લી ખાતે જાહેર સભાને સંબોધિત કરી હતી. જાહેર સંબોધન બાદ નાયડુ પોતાની વેનિટી વેનમાં આરામ કરી રહ્યાં હતા. શનિવારે સવારે 3.30 વાગ્યાની આસપાસ, AP CID તેમની વેનિટી વેનમાં નાયડુની ધરપકડ કરવા પહોંચી હતી, પરંતુ પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ વાહનને ઘેરી લીધું અને આંધ્રપ્રદેશ CIDને તેમની ધરપકડ કરવા દીધી નહીં.

ટીડીપીના કાર્યકરોએ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો

નેતાઓ અને આંધ્રપ્રદેશ સીઆઈડી પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યાર બાદ સવારે લગભગ 6 વાગ્યે નાયડુ વાનમાંથી નીચે ઉતર્યાં હતા અને પોલીસ સાથે ચર્ચા કરી હતી. તેમની ધરપકડ માટે 51 CrPC હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી. નાયડુએ કેસની વિગતો માંગી હતી, પરંતુ પોલીસે વિગતો આપવાનો ઇનકાર કરી દીધો હતો કે વિગતો માનનીય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે નાયડુની પૂછપરછ કર્યાં બાદ કેસની વિગતવાર માહિતી અને રિમાન્ડ રિપોર્ટ આપવામાં આવશે. નાયડુએ પોલીસને સહકાર આપવા સંમતિ દર્શાવી હતી.

આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે

ચંદ્રબાબુ નાયડુને કૌશલ્ય વિકાસ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે, તેમના પર રૂ. 250 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ છે. પોલીસ અધિકારીઓએ ચંદ્રાબાબુ નાયડુના વકીલોને કૌશલ્ય વિકાસ કેસમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ એફઆઈઆરની નકલ અને અન્ય આદેશોની વિગતો આપી છે. ચંદ્રાબાબુ નાયડુ અને તેમના વકીલોએ તપાસ અધિકારીઓને પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવા આપવા વિનંતી કરી હતી, એફઆઈઆર રિપોર્ટમાં તેમના નામનો ઉલ્લેખ નથી.

પૂર્વ મુખ્યમંત્રીએ સીઆઈડી અધિકારીઓને પ્રશ્ન કર્યો કે આ કેસમાં તેમની સંડોવણી વિશે કોઈ માહિતી આપ્યાં વિના તેમની ધરપકડ કેવી રીતે થઈ શકે. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ એ તપાસ પ્રક્રિયાનો પ્રારંભિક તબક્કો છે, તમામ વિગતો 24 કલાકમાં રિમાન્ડ રિપોર્ટમાં આપવામાં આવશે.CID અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ ધરપકડ કરશે. ડીકે બસુ કેસમાં કાર્યવાહી કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch