Sat,27 April 2024,9:10 am
Print
header

અમેરિકાના આ શહેરમાં વાવાઝોડાએ મચાવી જોરદાર તબાહી, 23 લોકોનાં મોત

અમેરિકાઃ મિસિસિપીમાં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. જેમાં 23 લોકો મોત થયા છે અને અનેક લોકો ઘાયલ છે. રાજ્યની ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે વાવાઝોડાને કારણે 160 કિલોમીટર જેટલા  વિસ્તારમાં નુકસાન થયું છે. પશ્ચિમ મિસિસિપીમાં 200 લોકોની વસતી ધરાવતા સિલ્વર સિટીમાં વાવાઝોડાને કારણે થયેલા વિનાશમાંથી બચી ગયેલા લોકોની શોધખોળ થઇ રહી છે. હજુ મૃત્યું વધી શકે છે. 

સીએનએનએ અહેવાલ આપ્યો હતો કે, 1,700 લોકોની વસ્તી ધરાવતા શહેર રોલિંગ ફોર્કમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી થઇ છે. જોનારે કહ્યું કે મેં આ પહેલાં ક્યારેય આવું જોયું નથી. તે ખૂબ જ નાનું શહેર હતું અને હવે તે તબાહ થઈ ગયું છે. રોલિંગ ફોર્કમાં વાવાઝોડાને કારણે ઘણો વિનાશ થયો છે,ઘણા લોકો તેમના ઘરોમાં ફસાઈ ગયા હતા. સ્વયંસેવકોએ બચાવ કામગીરી હાથધરી છે.

ટેરેલે આ વિનાશની તુલના 2011માં જોપ્લિન, મિઝોરીમાં ત્રાટકેલા વાવાઝોડા સાથે કરી હતી, જેમાં 161 લોકોનાં મોત થયા હતા. શુક્રવારે રાત્રે અને શનિવારે સવારે વાવાઝોડાના નિરીક્ષકો દ્વારા નેશનલ વેધર સર્વિસને વાવાઝોડાના 24 અહેવાલો જાહેર કરવામાં આવ્યાં હતા. આ અહેવાલો મિસિસિપી ઉત્તરના પશ્ચિમી છેડાથી રાજ્યના મધ્ય ભાગ અને અલાબામા સુધીના છે.

મીડિયા નેટવર્ક દ્વારા પ્રકાશિત વિનાશની છબીઓમાં બતાવવામાં આવ્યું છે કે આખી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. કાર પલટી ગઈ હતી અને લોકો અંધારામાં કાટમાળ પર ચડતા જોવા મળ્યાં હતા. ગવર્નર ટેટ રીવે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, લોકોને તમારી પ્રાર્થના અને ભગવાનના રક્ષણની જરૂર છે.અમે અસરગ્રસ્ત લોકો માટે તબીબી સહાય, વધુ એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી સેવાઓ સક્રિય કરી છે. શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch