Thu,18 April 2024,7:55 pm
Print
header

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ગોળીબાર, 2 વિદ્યાર્થીઓનાં મોતથી હડકંપ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટનામાં બે વિદ્યાર્થીઓનાં મોત થયા છે. સમાચાર એજન્સી એએફપીના એક અહેવાલ મુજબ અમેરિકાના આયોવા રાજ્યના યુથ આઉટરીચ સેન્ટરમાં સોમવારે થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં અને એક શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટના સ્ટાર્ટ્સ રાઇટ હિયર સ્કૂલમાં બની હતી, જ્યાં ગોળીબારમાં ઘાયલ થયેલા બે વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. ત્યાં બંને વિદ્યાર્થીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું કે ફાયરિંગની તેમને જાણ કરવામાં આવી હતી બપોરે લગભગ 1 વાગ્યે તેમની ટીમ સ્કૂલ પહોંચી હતી.જ્યાં તેમને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળ્યાં હતા. ગોળીથી ઘાયલ થયેલી ત્રીજી વ્યક્તિ શાળાનો કર્મચારી હતો, જેમની સર્જરી કરવામાં આવી હતી.જો કે,આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને હજુ સુધી શૂટરોના નામ જાહેર કર્યાં નથી. શૂટિંગ બાદ તરત જ ત્રણ લોકોને ઘટનાસ્થળથી લગભગ બે માઇલ દૂર અટકાયતમાં લેવામાં આવ્યાં હતા.

અમેરિકામાં થોડા દિવસ પહેલા એક છ વર્ષના બાળકે પોતાના ટીચરને ગોળી મારી દીધી હતી. રિચનેક એલિમેન્ટરી સ્કૂલમાં પોલીસે છ વર્ષના બાળકની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, શિક્ષિકે ઠપકો આપ્યા બાદ ધોરણ 1માં હાજર બાળકે તેમના પર ફાયરિંગ કર્યું હતું અને બાળકે પિસ્તોલનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch